ઉ.કોરિયાએ તેના પૂર્વ તટથી એક બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી હતી
ખાસ-ખબર સંવાદદાતા
ઉ.કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી તણાવ વધ્યો છે. કિમ જોંગ ઉનની રશિયાની મુલાકાત વચ્ચે ઉ.કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી ચોંકાવ્યા છે. દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર ઉ.કોરિયાએ તેના પૂર્વ તટથી એક બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી હતી.
માહિતી અનુસાર આજે સવારે કરાયેલા આ પરિક્ષણની અસર જાપાન સુધી થઇ હતી. જાપાનના કોસ્ટગાર્ડ વતી જણાવાયું કે આ મિસાઈલ સમુદ્રમાં પડી હતી. ઉ.કોરિયા તરફથી આ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ એવા સમયે કરાયું છે જ્યારે તેના નેતા કિમ જોંગ ઉન રશિયામાં છે અને ત્યાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. તેમાં હથિયારોના વેચાણનો એજન્ડા ટોચે છે. અગાઉ ઉ.કોરિયાએ 2017માં તેના પરમાણુ મિસાઈલ કાર્યક્રમો પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મૂકાયેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરતાં આ વર્ષે અનેક મિસાઈલ પરિક્ષણો કર્યા હતા.