જી હજૂરિયા કરતા, જન્મદિવસ પર ફોટો મૂકતા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને છખઈમાં હોદ્દેદારો બનાવ્યા !
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને મનપાના પદાધિકારીઓની નિમણૂક બાદ આજે વધુ એક કવિતાકાંડ સામે આવ્યો છે. આજે વધુ એક પત્રિકા વાઇરલ થઈ છે. જેમાં પરિશ્રમ અને સનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરોની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળતા હોવાનો કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા 15 દિવસમાં જીહજુરીયા કરતા અને જન્મદિવસ પર ફોટા મૂકવા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને હોદ્દા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટ મહાનગર પાલિકામાં તાજેતરમાં નિમાયેલા મુખ્ય 5 હોદ્દામાં અને નવી 15 કમિટીઓ નિમાઈ તેમાં અમુક નેતાઓની નજીક રહેનારાઓને જ હોદા વ્યક્તિગત સ્વાર્થ જોઈને આપેલા છે કે જે કોર્પોરેટરો પ્રજાના કામ કરવાના બદલે મોટા ગોડફાધરોના કાર્યાલયે સતત બેસવા જાય. જન્મદિવસમાં સાથે ફોટા પડાવીને સોસીયલ મીડિયામાં મૂકીને આ ગોડફાધરોની પ્રશંસા કરે તેવાને જ હોદા આપેલા છે.
કવિતામાં સગાવાદનો ઉલ્લેખ
15 દિવસ પહેલા ઉપલાકાંઠેથી વહેતી થયેલી કવિતાને આ ગોડફાધરોએ ચરિતાર્થ કરી છે અને જાહેરમાં કે કારોબારી ભાજપની મળે ત્યારે પંડિત દિન દયાળજી જેવા બનવાની, તેના જેવુ વર્તન કરવાની વાતો માત્ર કરે અને પાછળથી પોતાના કહ્યાગરા હોય તેને જ હોદા આપતા અચકાતા નથી. આદર્શ પ્રમુખ દિન દયાળજીના સિદ્ધાંતના ’સ’નું પણ પાલન કરતા નથી. કવિતામાં જી હજૂરિયા અને સગાવાદનો ઉલ્લેખ હતો તે સાચો જ હતો અને તે કવિતા મુજબ જ રાજકોટ શહેર ભાજપનું સંચાલન થાય છે.