વઢવાણ રોડ પર ડમ્પરે અડફેટે લેતાં મહિલાનું મોત
અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરને સૂર્યાસ્ત બાદ ખનન વાહનની મનાઈ અંગેના જાહેરનામું માત્ર કાગળો પર હોય તેવું અહી સ્પષ્ટ નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં દોડતા માતેલા સાંઢની માફક ડમ્પરોના લીધે અનેક જીવોના દીવા બુઝાયા છે તેવામાં વઢવાણ રોડ પર આવેલા ડી માર્ટ પાસે ડમ્પરચાલકે બેથી ત્રણ વાહનોને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી વિગતો અનુસાર વઢવાણ જીઆઈડીસી સર્કલ નજીક ડી માર્ટ પાસેથી પસાર થયેલ પુરપાટ ઝડપે ડમ્પરના ચાલકે પીકઅપ વાન, એસટી બસ, ટ્રેકટર અને બાઈક સહિત ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બાઈક સવાર એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
- Advertisement -
જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ મહિલાને પીએમ અર્થે હોસ્પીટલ ખસેડ્યા હતા. જ્યારે ડમ્પર દ્વારા અકસ્માત સર્જતા લોકોના ટોળા રોડ પર જીવ મળ્યા હતા અને કલ્કો સુધી ટ્રાફિક જામ થયો હતો. જોકે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક અકસ્માત થયેલ સ્થળ પર પહોંચી ડમ્પર ચાલકને ઝડપી પાડી ટ્રાફિક હળવો કર્વ્યો હતો. પરંતુ વારંવાર બનતા આ પ્રકારના બનાવોને લીધે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.