-75 લાખ પંડીતોને સરકાર સાચવી શકતી નથીથને પીઓકે આંચકવાની ડંફાશ કરે છે-આકરૂ ટવીટ
કાશ્મીરમાં ટાર્ગેટ કીલીંગની વધુ એક ઘટનાને પગલે કાશ્મીરી પંડીતોમાં આક્રોશ અને નારાજગી સર્જાઈ છે અને જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ત્રાસવાદીઓ વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કાશ્મીરી પંડીતની હત્યાને પગલે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
અનેક ભાગોમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. કાશ્મીરી પંડીતોએ એવી હૈયાવરાળ ઠાલવી હતી.કાશ્મીરી પંડીતોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે.ભાજપનાં જીલ્લા પ્રમુખે જ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને હત્યાને કાળો અધ્યાય ગણાવ્યો હતો. બીજી તરફ પોલીસે એવો દાવો કર્યો હતો કે હત્યારા કાશ્મીરી પંડીતોની વહેલીતકે ધરપકડ કરીને સજા કરવામાં આવશે.
સુરક્ષા દળોની ટીમો પગેરૂ દબાવી રહી છે. ત્રાસવાદનો દ્રઢતા તથા નિર્ણાયક રીતે મુકાબલો કરવાની પ્રતિબધ્ધતા છે. કાશ્મીર પંડીત સંઘર્ષ સમિતિએ એવુ ટવીટ કર્યુ હતું કે સરકાર અને ભાજપ 75 લાખ કાશ્મીરી વસ્તીને સંભાળી શકતા નથી અને પીઓકે-બલુચીસ્તાનને આંચકી લેવાની વાત કરે છે કાશ્મીરી પંડીતોને કુતરાની જેમ મારવામાં આવી રહ્યા છે.