દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશ આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે રાત્રે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
કાળી ચૌદશની રાત્રે હનુમાનજીની પૂજાનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે. આ ખરાબ શક્તિઓથી બચાવવાની સાથે જ વ્યક્તિને શક્તિ, બળ અને સકારાત્મક ઉર્જા પણ આપે છે. કાળી ચૌદશ ચૌદશની રાત્રે ઘરની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓને શ્રાદ્ધ પણ આપવામાં આવે છે.
- Advertisement -
આ તહેવારના પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તેમાંથી એક મહત્વપૂર્ણ તહેવાર છે દિવાળી, જે રોશનીનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા આવનાર કાળી ચૌદસની રાત્રને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું ખાસ મહત્વ છે.
કેમ કરવામાં આવે છે હનુમાનજીની પૂજા?
માન્યતા અનુસાર કાળી ચૌદશની રાત્રે પ્રેત આત્માઓ સૌથી વધારે સક્રિય હોય છે એવામાં ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે હનુમાનજીની શરણ લેવામાં આવે છે. હનુમાનજીને સંકોટમોચન કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી બધા પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે.
- Advertisement -
હનુમાનજીને બળ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિમાં શારીરિક અને માનસિક રીતે મજબૂતી આવે છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પુરો કર્યો બાદ અયોધ્યા પરત ફર્યા તો ત્યારે તેમણે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેમના પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવશે. માટે દિવાળીના એક દિવસ પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)