તાઈપેઈની રાજધાનીમાં ઇમારતો લગભગ એક મિનિટ સુધી ધ્રુજી રહી હતી, જોકે, તાત્કાલિક કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
તાઈવાન દેશમાં એકવાર ફરી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કેન્દ્રીય હવામાન તંત્ર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હુઆલિએન શહેરથી આશરે 71 કિલોમીટર દક્ષિણમાં 31.1 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. દ્વીપના વધુ ભીડભાડ ધરાવતા પશ્ચિમ ભાગની સરખામણીમાં હુઆલિએન શહેરની વસ્તી ઓછી છે. રાજધાની તાઈપેમાં ઈમારતો આશરે એક મિનિટ સુધી ધ્રૂજતી રહી હતી.
- Advertisement -
તાઈવાન દેશમાં આવેલા ભૂકંપમાં કોઈ મોટા નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. ભૂકંપની દ્રષ્ટિએ તાઇવાન ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. આ વર્ષે 9 એપ્રિલે તાઇવાનની રાજધાની તાઇપેઈમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી.