રાજકોટ જિલ્લામાં ખાનગી ક્ષેત્રમાં ૫૦૦૦ થી વધુ રોજગારી ઉપલબ્ધ
ધો. ૧૦ પાસથી પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓ માટે ૩૦ જેટલી કંપનીમાં દ્વાર ખુલ્લા
આઈ.ટી.આઈ. કક્ષાની ૧૩૯૨, સ્નાતક કક્ષાની ૩૪૫૭, ડિપ્લોમા ૩૦૦, ડિગ્રી એન્જીનીયર ૨૧, ધો. ૧૨ પાસ ૮૭૮ અને ૧૦ પાસ ૧૫૩ જગ્યાઓ પર ભરતી
રાજ્ય સરકારના અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન જરૂરી
રાજકોટ – વર્ષ ૨૦૨૧માં કોરોના હળવો થયા બાદ વિવિધ ઉદ્યોગ ધંધામાં બહોળી માંગ ઉભી થઈ છે. જે અન્વયે ઔદ્યોગિક હબ એવા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પણ વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદિત માલના જથ્થાની દેશવિદેશમાં બહોળી માંગ નીકળતા હાલ સ્કિલ્ડ યુવાઓની તાતી જરૂર ઉભી થયેલી છે. જેના અનુસંધાને દીપાવલી તહેવારોમાં રાજકોટ જિલ્લાના તાલીમ બધ્ધ રોજગારવાંચ્છુકોને નવાપર્વની ભેટ સમાન વિવિધ કંપનીઓમાં ૫૦૦૦ થી વધુ રોજગારીના દ્વાર ખુલ્યા હોવાનું રોજગાર અધિકારી ચેતન દવે એ જણાવ્યું છે.
આ અંગે વધુમાં જણાવતા તેઓ ઉમેરે છે કે તાલીમબધ્ધ યુવાઓને રોજગારીની યોગ્ય તક અને રોજગારદાતાને જરૂરીયાત મુજબના તાલીમબધ્ધ અને કૌશલ્યવાન યુવાઓ મળી રહે તે હેતુસર તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ આ તકે તેની હેતુ સિધ્ધીમાં યર્થાથ પુરવાર થયેલ છે.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં હાલ આઈ.ટી.આઈ. થયેલા ૧૩૯૨, સ્નાતક કક્ષાના ૩૪૫૭, ડિપ્લોમા ૩૦૦, ડિગ્રી એન્જીનીયર ૨૧, ધોરણ ૧૨ પાસ ૮૭૮ અને ૧૦ પાસ ૧૫૩ સહીત કુલ ૫૧૦૭ જગ્યા મટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ખાલી જગ્યા ઉપલબ્ધ હોવાનું રોજગાર અધિકારી એ જણાવાયું છે.
આ સાથે તેઓએ વધુનેવધુ રોજગારવાંચ્છુક યુવાનો વહેલી તકે અનુબંધમ પોર્ટલ http://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી ઉમેદવારી નોંધાવી દીપાવલીના તહેવારમાં ઘરપરિવારને અનોખી ભેટ આપી શકે છે.
- Advertisement -
અનુબંધમ પોર્ટલ એટલે રોજગાર સેતુ
રાજ્ય સરકાર દ્વારા રોજગારવાંચ્છુકો માટે અનુબંધમ નામનું ખાસ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં નોકરી દાતા અને જરૂરિયાતમંદ બંનેને એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું હોઈ છે. આ પોર્ટલ દ્રારા નોકરી દાતાને જરૂરિયાત મુજબ ખાલી જગ્યા અંગે પોસ્ટ મૂકે એટલે રોજગાર વાંછુકને તે અંગે માહિતી મળી શકે છે. સાથોસાથ યુવાઓનો ડેટાબેઝ પરથી કંપની તેમની જરૂરીયાત મુજબના તાલીમબધ્ધ યુવાઓનું સિલેક્શન કરવાની તક ઉપલબ્ઘ બની શકે છે. રાજ્ય સરકારના પોર્ટલ દ્વારા રોજગાર દાતા અને રોજગાર વાંચ્છું વચ્ચે વિશ્વસનીય અને સરળ રોજગાર સેતુ રચાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા તદન નિઃશૂલ્ક છે. આ અંગે વધુ જણાકારી માટે હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.