જૂનાગઢના યુવકને શિક્ષકની નોકરી લાલચ આપીને 4.75 લાખ પડાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માંથી નકલી ધારાસભ્ય બોર્ડ મારી મંત્રીના અગંત મદદનિશ કાર્ડ છપાવી રોફ જમાવનાર રાજેશ જેન્તી જાદવને પોલીસે ઝડપી લીધા બાદ એક પછી એક કરતૂતો સામે આવી રહી જેમાં ધોરાજીના સુપેડી ગામના યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને રૂ.35 હજારની છેતરપિંડી ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ સી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસમાંથી મળતી વિગત મુજબ રાજેશ જાદવે જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા નિરજભાઇ પ્રવિણભાઇ વૈષ્ણવ નામના યુવકને રાજેશ જાદવે પરસોતમભાઇ સોલંકી ગુજરાત રાજ્યના મંત્રીના પી.એ.તરીકેની ખોટી ઓળખ આપી નીરજ વૈષ્ણવને શિક્ષક તરીકેની સરકારી નોકરી અપાવવાની લાલચ આપી યુવકના પિતા પ્રવિણભાઇ વૈષ્ણવને વિશ્વાસમાં લઇ નોકરી અપાવવાના બહાને અલગ અલગ સમયે રોકડ રૂ.4,75,000 લઇ લીધા હતા અને નીરજ વૈષ્ણવને શિક્ષક તરીકે એલ.કે.હાઇસ્કુલ કેશોદમાં ઓર્ડર થયેલ તેવો ખોટો ઓર્ડર બનાવી અને જે સાચો છે તે બતાવી યુવક અમે તેના પિતા સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ સી.ડિવિઝન પોલીસમાં થતા પીએસઆઇ વી.કે.ઊંજીયા વધુ તપાસ હાથ ધરી છે.
નકલી MLA બોર્ડ લગાવી મંત્રીના પીએ તરીકે રોફ જમાવનાર રાજેશ જાદવ સામે વધુ એક ફરિયાદ
