ખોવાયેલ પાકીટ શોધીને માલિકને પરત કરતી નેત્રમ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ધીરજલાલ દામોદરદાસ રૂપારેલીયાનુ રૂા.8,000 રોકડ રકમ સહીતનુ ખોવાયેલ પાકીટ નેત્રમ શાખા તથા એ ડિવિઝન પોલીસ દ્રારા શોધી કાઢેલ અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યું. જૂનાગઢ રેન્જના આઈજી મયંકસિંહ ચાવડા તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે જે અનુસંધાને અરજદાર ધીરજલાલ રૂપારેલીયા જૂનાગઢ ખાતે રહેતા હોય અને વેપાર કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ગુજારતા હોય.
ધીરજલાલ દાણાપીઠમાં સામાન લેવા ગયેલ હોય અને પોતાનુ પાકીટ કે જેમાં રૂા.8,000 રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ હોય તે પાકીટ ક્યાંક ખોવાઇ ગયેલ, તે વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ એ-ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેર ને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા અને એ-ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને પાકીટ શોધીને પરત કરતા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.