ખાસ-ખબર સંવાદદાતા
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી શુક્રવારના રોજ નામીબીયાથી લાવવામાં આવેલ ચિત્તા ‘સૂરજ’નું મૃત્યુ થયું છે. કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. ચિત્તા ‘સૂરજ’ના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 26 જૂને શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા જંગલમાં સૂરજ ચિત્તાને મોટા બંધમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.
કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવેલ સૂરજ 10મો ચિત્તા હતો. નર ચિત્તા ‘તેજસ’, જે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો અને 6 નંબરના બંધમાં રાખવામાં આવ્યો હતો, તેનું પણ 11 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. કુનો પાર્ક મેનેજમેન્ટની દેખરેખ દરમિયાન આ ચિત્તા ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેજસના ગળાના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
- Advertisement -
કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પુન:જીવિત કરવા માટે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.આ સાથે માદા ચિતાએ બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં 5 પુખ્ત અને 3 બચ્ચા અલગ-અલગ કારણોસર મૃત્યુ પામ્યા છે. હવે કુનોમાં 15 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચા સ્વસ્થ સ્થિતિમાં છે. જેમાંથી 12 ચિત્તા કુનોના ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5 ચિત્તા સહિત 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી નામીબિયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો.