નકલી M.L.A.P.A. રાજેશ જાદવ બે દિવસના રિમાન્ડ પર
ધોરાજીના યુવકને લગ્નની લાલચ આપી 35 હજાર પડાવ્યા: રાજેશ જાદવ સામે વધુ એક પોલીસ ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના સાબલપુર ચોકડી પાસે પોલીસ વાહન ચેકીંગ દરમિયાન એક કાર પર એમએલએ ગુજરાત લખેલી કારને રોકીને પુછપરછ કરતા પોલીસ મંત્રીનો અગંત મદદનીશ હોવાનો રોફ જમાવ્યો હતો અને ખિસ્સા માંથી કાર્ડ મળી આવ્યા હતા ત્યારે તાલુકા પીએસઆઇ એસ.એ.ગઢવીએ ઊંડાણપૂર્વક પુછપરછ કરતા અને વધુ તપાસ કરતા રાજેશ જેન્તીભાઈ જાદવ મૂળ મેંદરડાના સીમાસીનો અને હાલ જૂનાગઢ વાડલા ફાટક પાસે રહેતા રાજેશ જાદવ ઝડપાયા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રાજેશ જેન્તીભાઈ જાદવ મંત્રીના નકલી પીએ અને કાર પર એમએલએ ગુજરાત લખેલ બોગસ નીકળતા પોલીસ તપાસમાં વધુ એક રાજેશ જાદવનું કારસ્તાન સામે આવ્યું છે.
ધોરાજી તાલુકાના સુપેડી ગામના પરીક્ષીતભાઇ ઉર્ફે પીયુષભાઇ જેન્તીભાઇ મહેતા ઉ.વ.45 સાથે લગ્નની લાલચ આપીને રૂ.35,000ની છેતરપિંડી કરી વિશ્ર્વાસઘાતની ફરિયાદ રાજેશ જાદવ સામે જૂનાગઢ એ.ડિવિઝનમાં નોંધાઈ છે. નકલી ધારાસભ્ય બની અને મંત્રીના પીએ તરીકે ઓળખ આપીને રોફ જમાવતાં રાજેશ જાદવે ધોરાજીના સુપેડીના વતની પરીક્ષીતભાઇ ઉર્ફે પીયુષભાઇ મહેતાના લગ્ન જેતપુરની મીના નામની યુવતી સાથે કરાવી આપવાની લાલચ આપી હતી અને પરીક્ષિતભાઈ મેહતા પાસેથી રૂ.35 હજાર પડાવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી રાજેશે કરતા પરીક્ષિત મેહતાએ જૂનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે રાજેશ જાદવ સામે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનોહ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને લગ્નની લાલચ આપી છેતરપિંડીમાં હજુ કેટલા નામો ખુલે છે તે દિશામાં તપાસ શરુ કરી છે.
રાજેશ જાદવના અનેક કારનામા સામે આવ્યા
જૂનાગઢમાંથી નકલી ધારાસભ્ય બોર્ડ મારી મંત્રીના અંગત મદદનિશની ઓળખ આપીને રોફ જમાવનાર રાજેશ જાદવ સામે અગાઉ 2015 માં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અને 2016માં ધોરાજી પોલીસ સ્ટેશનમાં અને 2008માં જૂનાગઢ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનોહ દાખલ થયેલ છે જયારે રાજેશ જાદવ સામે વધુ એક ફરિયાદ જૂનાગઢ એ.ડિવિઝનમાં થતા તેનો ગુનાહિત ઇતિહાસ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે.