અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 32 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 40 જેટલા ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે (શુક્રવારે) સવારે મોટો બ્લાસ્ટ થયો, જેમાં 32 લોકોના મોત નીપજ્યાં છે. તો આ બોમ્બ બ્લાસ્ટમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ ઝાદરાન (Khalid Zadran)એ જણાવ્યું કે, શુક્રવારે સવારે દશતી બારચી વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્તારમાં મોટાભાગના અફઘાનિસ્તાનના લઘુમતી શિયા સમુદાય (Shia Community)ના લોકો રહે છે. હજુ સુધી આ બ્લાસ્ટની જવાબદારી કોઈએ નથી લીધી.
- Advertisement -
શૈક્ષણિક કેન્દ્રોની સુરક્ષા માટે કરશે માંગણી
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, પીડિતોમાં હાઈસ્કૂલથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. વિસ્ફોટ થયો તે સમયે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ શુક્રવારે આવા શૈક્ષણિક કેન્દ્રો કે જેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના માટે વધારાની સુરક્ષાની માંગણી કરશે.
19 people dead after blast at educational centre in Kabul
Read @ANI Story | https://t.co/D2B807r0Si#Afghanistan #KabulBlast #Taliban pic.twitter.com/UUDtdUmqYw
- Advertisement -
— ANI Digital (@ani_digital) September 30, 2022
એજ્યુકેશનલ સેન્ટરને નિશાન બનાવ્યું
એક ટ્વિટર પોસ્ટમાં એનજીઓ અફઘાન પીસ વોચે કહ્યું કે, એક આત્મઘાતી હુમલાખોરે વિદ્યાર્થીઓ વચ્ચે જઈને પોતાની જાતને ઉડાવી દીધી. કાજ એજ્યુકેશનલ સેન્ટરને નિશાન બનાવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાબુલના વજીર અકબર ખાન વિસ્તાર પાસે પણ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો.
ટીમોને ઘટનાસ્થળે મોકલાઈઃ અબ્દુલ નફી
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયમાં તાલિબાન દ્વારા નિયુક્ત પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે, વિસ્ફોટ શુક્રવારે વહેલી સવારે થયો હતો. અબ્દુલ નફી ટાકોરે કહ્યું કે, અમારી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની પણ સખત નિંદા કરવામાં આવી હતી.