તહેવારોની સીઝનમાં મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. શનિવારે ભારતની જાણીતી ડેરી કંપની અમૂલે ફુલ ક્રીમ અને ભેંસના દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે.
2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો
જાણકારી અનુસાર અમૂલનું ફુલ ક્રીમ મિલ્ક હવે 62ના બદલે 64 રૂપિયા પ્રતિ લીટરે મળશે. સાથે જ મધર ડેરી પણ ભાવવધારાની તૈયારી કરી રહી છે. સાંજ સુધીમાં મધર ડેરી નવા ભાવની જાહેરાત કરે તેવી શક્યતા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું છે કે અમૂલે ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ.2નો વધારો કર્યો છે.
- Advertisement -
Amul has increased prices of full cream milk and buffalo milk by Rs 2 per litre in all states except Gujarat: RS Sodhi, MD, Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/rhbBnVFEJp
— ANI (@ANI) October 15, 2022
- Advertisement -
આ કંપનીના ભાવમાં પણ વધારો થયો
સાથે જ પંજાબની ડેરી કંપની વેરકાએ પણ દૂધના ભાવમાં ફરી વધારો કર્યો છે. અડધા કિલોના પેકેટમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલોના બે રૂપિયા રેટમાં વધારો થયો છે. નવા દર 16 તારીખથી લાગુ થશે.