વીએચપીના કાર્યકરો અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડેલ હતો જેના લીધે વન્ય જીવો ગીરનાર જંગલ માંથી બહાર નીકળી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા વધ્યા છે થોડા દિવસો અગાઉ દામોદર કુંડમાં બે મગર આવી ચડી હતી ત્યારે બાદ ગઈકાલે નરસિંહ મેહતા સરોવરમાં પણ મગર આવી ચડી હતી એજ રીતે જંગલોમાં વરસાદી માહોલ વધતા સિંહ પરિવાર પણ રસ્તા પર શહેરની સોસાયટીમાં જોવા મળ્યાના વિડિઓ વાઇરલ થઇ ચુક્યા છે ત્યારે આજે વેહલી સવારે ગિરનાર રોડ પાર અશોક શિલાલેખ પાસે એક મગરનું બચ્ચું આવી ચડતા વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોની નજરે ચડતા વન વિભાગ અને પોલીસેના જાણ કરી હતી.
- Advertisement -
આજે વહેલી સવારે 5 વાગ્યે અશોક શીલાલેખ ની સામે રોડ ઉપર મગરનું બચ્ચું વિહિપના કાર્યકર્તાઓ ના ધ્યાને આવતા એમને રોડ ની એક બાજુ કરીને સલામત રહે અને કોઈ વાહનની નીચેનો આવે એ રીતે કવર કરી દીધુ ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ભવનાથ વિસ્તારના વન વિભાગની ઓફિસેથી રેસ્ક્યું કરવા માટે આવેલા હતા અને મગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને નજીકની નદીમાં એ મગરને મૂકી દેવામાં આવી હતી.આ તકે વિહિપના બંધુઓ માંથી હિરેન ભાઈ રૂપારેલિયા, પરાગ ભાઈ તન્ના, પ્રિયાંશ ભાઈ તેમજ રવીભાઈ ઉપસ્થિત રહીને વન્ય જીવ પ્રત્યે અનેરો પ્રેમ વ્યક્ત કર્યો હતો.