લુંભા ગામેથી લીઝમાંથી ગેરકાયદે જથ્થો નિકાસ કરાતો
તપાસ દરમિયાન 3,99,627 મે.ટન જથ્થો ગેરકાયદે રીતે નિકાસ કરાયો હોવાનો બહાર આવ્યું
- Advertisement -
સીમર પોર્ટ પ્રા.લી./રાજમોતી પોર્ટસ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ક્વોરી લીઝને રૂ.18.14 કરોડનો દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીઘી સૂચના અને માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા તા.17/02/2025 ના રોજ પાટણ-વેરાવળ તાલુકાના લુમ્ભા ગામના સર્વે નં 45 પૈકી 6 માં 04.99.90 હેક્ટર વિસ્તારમાં બ્લેક્ટ્રેપ ખનીજની સીમર પોર્ટ પ્રા.લી./ રાજમોતી પોર્ટસ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ક્વોરી લીઝની જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી. આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી 3,99,627 મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ હતું. ઉપરોક્ત લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂૂ.18,14,30,658/- જેટલી દંડકીય રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીમર પોર્ટ પ્રા. લી. કંપની દ્વારા જણાવ્યાં મુજબ તેઓ દ્વારા આ કવોરી લીઝને રાજમોતી પોર્ટસ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ભાગીદારી પેઢીને દસ્તાવેજથી વેચાણ આપેલ છે. જે અન્વયે કંપનીએ ધારણ કરેલ જમીન લેનાર દ્વારા મંજૂરી લીધાં વગર ખરીદી કરેલ હોય, શરતભંગ કરેલ છે. શરતભંગ માટેની કાર્યવાહી અલગથી હાથ ધરવામાં આવશે.