ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
વેરાવળના નલીયા ગોદી વિસ્તારમાંથી 350 કરોડના ડ્રગ્સ સહિત ત્રણ આરોપીની અટક કરાઇ હતી અને તપાસ શરૂ કરાઇ હતી અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આ કેસની વધુ તપાસ એસઓજી પોલીસ ઇન્સ. જે.એન.ગઢવીને સોંપી હતી અને તપાસ દરમિયાન 9 શખ્સોની અટક કરાઇ હતી અને 9 શખ્સમાંથી ત્રણ આરોપી આશીફ ઉર્ફે કારો જુસબભાઇ સમા, અરબાઝ અનવર પમા, રહે.જામનગર તથા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેન બુઘ્ધીલાલ કશ્યપ રહે.મહમદપુર, જી.કાનપુર રાજય ઉત્તરપ્રદેશ વાળાને કોર્ટમાં રજૂ કરતા 1ર દિવસના રિમાન્ડ મળ્યા હતા.
- Advertisement -
ઉંડાણ પૂર્વક તપાસ કરી પુરતા પુરાવા મેળવતા આ ગુન્હાના કામે મુખ્ય આરોપી તથા સુત્રધાર ઇશા ઉર્ફે મામા હુશેન રાવ રહે.મુળ જોડીયા જી.જામનગર વાળાનો પુત્ર અરબાઝ ઇશા ઉર્ફે મામા રાવ. રહે.જોડીયા જામનગર વાળાને આ જથ્થો આપવાનો આપવાનો હતો અને તે હાલ એટીએસ અમદાવાદના ગુનામાં જૂનાઢ જિલ્લા જેલમાં હોય જેથી આ અરબાઝ ઇશા ઉર્ફે મામા રાવનો જેલમાંથી પુરાવાના આધારે કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરાયા હતા.