જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરસ મળ્યું હોય તેવો પ્રથમ કિસ્સો
જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરક્ષ હજુ પેકેટ મળવાની સંભાવના: SOG સહિતની ટીમનું મેગા ઓપરેશન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરનાં દરિયા કિનારેથી 3 દિવસથી ચરસનાં પેકેટ મળી રહ્યાં છે. માંગરોળનાં દરિયા કિનારેથી વધુ 50 પેકેટ મળી આવ્યાં છે. તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારેથી વધુ 113 પેકેટ મળી આવ્યાં છે. હજુ પેકેટ મળવાની સંભાવનાં છે. હાલ એસઓજી સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરસ મળ્યું હોય તેવી પ્રથમ ઘટના છે.
માંગરોળનાં દરિયા કિનારેથી 3 દિવસ પહેલા શંકાસ્પદ 8 પેકેટ બીનવારસુ હાલતમાં મળી આવ્યાં હતાં. આ પેકેટ ચરસનાં હોવાનું બહાર આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી પેકેટ મળ્યાં બાદ ગીર સોમનાથ અને પોરબંદર પોલીસને પણ જાણ કરાઇ હતી. ત્રણેય જિલ્લાનાં દરિયા કિનારે પોલીસે તપાસ કરતા મોટી સંખ્યામાં ચરસનાં પેકેટ મળી આવ્યાં હતાં. સતત ત્રણ દિવસથી પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કિનારેથી પ્રથમ 160 પેકેટ મળી આવ્યાં હતાં બાદ વધુ 113 પેકેટ મળી આવતા આ આંકડો 273 એ પહોંચ્યો છે.જેની અંદાજી કિંમત 4 કરોડની આસપાસ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શનમાં એસઓજીનાં પીઆઇ એ. એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા, મહેન્દ્રભાઈ કુવાડિયા, પુંજાભાઈ ભારાઈ, સામતભાઈ બારીયા, અનિરુદ્ધસિંહ વાંક, મજીદખાન પઠાણ, રવિભાઈ ખેર, ભરતસિંહ સીંધવ, શૈલેન્દ્રસિંહ સિસોદિયા, કૃણાલ પરમાર, વિશાલભાઈ ડાંગર, જયેશભાઇ બકોત્રા, બાબુભાઈ કોડિયાતર સહિત માંગરોળ પોલીસ,માંગરોળ મરિન દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પહેલા ચરસનાં 40 પેકેટ મળ્યાં હતાં. બાદ વધુ 50 પેકેટ મળી આવ્યાં છે. જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી કુલ 90 પેકેટ ચરસનાં મળી આવ્યાં છે. તેમજ હજુ પેકેટ મળવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. દરિયામાં તણાઇને પેકેટ આવતા હોય હજુ દરિયા કિનારેથી પેકેટ મળી રહ્યાં છે. વધુ પેકેટ મળવાની શકયતાને લઇ જૂનાગઢ પોલીસ,એસઓજી, માંગરોળ મરિન દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરસ મળી આવ્યો હોય તેવી પ્રથમ ઘટના છે.
કોઇએ ચરસ મંગાવ્યું છે કે કેમ? તે દિશામાં પણ તપાસ
જૂનાગઢ જિલ્લાનાં દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળ્યો છે. આ ઘટનાને લઇ પોલીસ જુદીજુદી દિશામાં તપાસ કરી રહી છે. તેમજ કોઇને મંગાવ્યું કે નહી તે દિશામાં પણ તપાસ કરી રહી છે.જોકે હાલ કોઇએ ચરસ મંગાવ્યું હોય તેવું લાગી રહ્યું નથી.
- Advertisement -
1 પેકેટ મળ્યાં બાદ 384 પેકેટ પોલીસને હાથ લાગ્યાં
માંગરોળનાં દરિયા કિનારેથી પહેલા 1 પેકેટ મળ્યું હતું. બાદ જૂનાગઢ,ગીર સોમનાથ અને પોરબંદરનાં દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મેગા ઓપરેશન દરમિયાન જૂનાગઢ જિલ્લાનાં કિનારેથી 90, ગીર સોમનાથ જિલ્લાનાં કિનારેથી 273 અને પોરબંદરનાં દરિયા કિનારેથી 21 પેકેટ પોલીસને હાથે લાગ્યાં છે. તેમજ હજુ આ સંખ્યા વધવાની શકયતા રહેલી છે.હાલ તો પોલીસ રાત દિવસ એક કરી રહી છે.