તા.12 અને 14 મીએ ફોર્મ ભરવા ઘસારો રહેશે
કેન્દ્રીય ચૂંટણી પંચે ચુંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો તે મુજબ પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ-શહેર જિલ્લાની 8 બેઠકોનો સમાવેશ થાય છે. જેના ઉમેદવારી પત્રો ભરવાનો કાલથી પ્રારંભ થશે. તા.14 ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા બે-ત્રણ દિવસ ફોર્મ ભરવા ઘસારો રહેશે. રાજકોટ શહેર-જિલ્લાની 8 બેઠકોમાં શહેરની 4 તેમજ જસદણ, ગોંડલ, ધોરાજી અને જેતપુર બેઠકનો સમાવેશ થાય છે. જીલ્લાના ર3 લાખ મતદારો છે. જીલ્લામાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો અને અપક્ષો મેદાનમાં આવશે. રાજકોટ શહેરની ત્રણેય બેઠકોમાં ફોર્મ જુની કલેકટર કચેરીમાં સ્વીકારાશે.