તારીખ 24 અને 25 રેસકોર્સ રિંગ રોફ ફરતે 14 રસ્તા નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પૂર્વે રાજકોટના 14 માર્ગો પર પ્રવેશબંધી અને નો પાર્કિગ અંગે જાહેરનામું રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ ઉપરાંત 24 ફેબ્રુઆરીના રોજ જૂના એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવનાર હોવાથી સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી પણ આ જાહેરનામું અમલમાં રહેશે
- Advertisement -
આ 14 રસ્તા ઉપર નો એન્ટ્રી
– ગીતગુજરી શેરી તરફથી એરપોર્ટ સર્કલ રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– આમ્રપાલી અંડર બ્રીજથી જૂની એન.સી.સી. ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– પોલીસ હેડ કવાટર્સ સર્કલથી જૂની એન.સી.સી, ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– રૂરલ એસ.પી.સા.ના બંગલા થી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ
– ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– સરકીટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડથી ગેલેકસી 12-માળા બિલ્ડીંગ તરફ જવા માટે રસ્તા પર પ્રવેશ બંધ
– આદિત્ય બિલ્ડીંગ બહુમાળીથી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ
– પારસી અગિયારી જીલ્લા પંચાયત ચોક/કિશાનપરા ચોક તરફ જવા અવર-જવર માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– યાજ્ઞિકરોડ ઠક્કર બાપા છાત્રાલયથી જીલ્લા પંચાયત તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો પ્રવેશ બંધ
– હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ થી ભારત ફાસ્ટ ફુટ/વિરાણી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– ગોડાઉન ચોકથી મહીલા અંડર બ્રીજ સુધી માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડરબ્રીજ અને કિશાનપરા ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– આમ્રપાલી અંડરબ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
– ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
આ છ રસ્તા ઉપરથી અવરજવર કરી શકાશે
- Advertisement -
– ગીત ગુર્જરી મેઇન રોડથી લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી બસપોર્ટ તેમજ હનુમાન મઢીથી કોટેચા ચોક જઈ શકાશે
– ચાણક્ય બિલ્ડિંગથી જામનગર રોડ તરફ, મોટી ટાંકી ચોક, વિધ્યાનગર, લક્ષ્મીનગર તરફ જઈ શકાશે
– પારસી અગિયારી ચોકથી કાલાવડ રોડ જવ જામનગર રોડ અથવા લક્ષ્મીનગર બ્રિજથી જઈ શકાશે
– મહિલા કોલેજ અન્ડરબ્રિજથી અમીન માર્ગ, ટાગોર રોડથી યાજ્ઞિક રોડ થઈ એસટી બસપોર્ટ તરફ જઈ શકાશે
– કિશાનપરા ચોક જવા માટે લક્ષ્મીનગર બ્રિજથી ટાગોર રોડ થઈ જઈ શકાશે
એસટી બસ માટે 6 પાર્કિંગ પોઇન્ટ ફાળવાયા
– વિરાણી હાઈસ્કૂલ મેદાન
– ડીએચ કોલેજ મેદાન
– ચૌધરી હાઈસ્કૂલ મેદાન
– જામનગર રોડ પર સ્પેશિયલ હોમ ફોર બોયઝ મેદાન
– શાસ્ત્રી મેદાન
– મોરબી હાઉસ પાસે સીંધોઈ પાર્ટીપ્લોટ
VIP માટે 9 પાર્કિંગ પોઇન્ટ ફાળવાયા
– માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ચબુતરા પાસે
– બહુમાળી ભવન
– ઇન્ડોર સ્ટેડિયમ
– ફનવર્લ્ડ સામે રસ્તા પર
– રાજકોટ એસપી બંગલો વાળી શેરી
– સર્કિટ હાઉસ સામે મેદાન
– બાલભવન ખાતે
– આયકર વાટિકા પાછળ
VVIP અને સરકારી વાહનો માટે પાર્કિંગ
– VVIP પાર્કિંગ જૂના એરપોર્ટમાં અંદર ફાયર સ્ટેશન પાસે
– સરકારી વાહન હોમગાર્ડ ઓફિસર કોલોની ખાતે
– પોલીસના વાહનો પોલીસ હેડ ક્વાર્ટર અંદર મસ્જિદની બાજુમા
કાર અને બાઇક માટે જનરલ પાર્કિંગના 12 સ્થળો
– આરાધના સોસાયટીથી ગીત ગુર્જરી સોસાયટી બગીચા સુધી એક સાઈડમાં
– ગીત ગુર્જરી સોસાયટીના બગીચા સામે પ્લોટમાં
– એરપોર્ટ ફાટક ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ
-એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક
– કિશાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ
– જૂની કેન્સર હોસ્પિટલનું ગ્રાઉન્ડ
– સાયકલ સ્ટેન્ડવાળી શેરીની જગ્યા
– બાલભવન ગેટથી આર્ટ ગેલેરી સુધી
– એસબીઆઈ બેંક સામે ગ્રાઉન્ડમાં
– ચાણક્ય બિલ્ડિંગ નગર રચના અધિકારી કચેરીના ગ્રાઉન્ડમાં
– શ્રેયસ સોસાયટી પાસે ગ્રાઉન્ડમાં
– નવી કલેકટર કચેરી સામેનું ગ્રાઉન્ડ