બીસીસીઆઇએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે યથાવત રહેશે પણ કોહલીને ટીમમાં સ્થાન નથી મળી શક્યું.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં રોહિત શર્મા કેપ્ટન પદે યથાવત રહેશે. વિરાટ કોહલીને ખરાબ ફોર્મનાં પગલે વેસ્ટ ઈન્ડીઝ સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાંથી પડતો મુકાયો હોવાની શક્યતા છે. વિરાટ સિવાય બૂમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે.
- Advertisement -
વર્લ્ડકપ અગાઉ ટીમ તૈયાર કરવાનું દબાણ
ઉલેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો હોવાથી એ અગાઉ ટીમ નિશ્ચિત કરવાની જવાબદારી કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સામે મોડો પડકાર છે. ત્યારે ઘણા ખેલાડીઓ સતત સારું પરફોર્મ કરીને દાવેદારી નોંધાવી ચૂક્યા છે. એવા સમયે સતત નિષ્ફળ રહેનારા પૂર્વ કપ્તાન વિરાટને ટીમમાં સમાવવો દેખીતી રીતે મુશ્કેલ થઈ જાય.
🚨 NEWS 🚨: India’s squad for T20I series against West Indies announced.#TeamIndia | #WIvIND
- Advertisement -
— BCCI (@BCCI) July 14, 2022
વિરાટના વળતાં પાણી?
વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી તેનાં આગવા ટચમાં દેખાતો નથી. આઉટ ઓફ ફોર્મ હોવાનું તેને ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે. કોઈ કારણ આપ્યા વગર તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાંથી પડતો મુકાયો હોવાથી દેખીતી રીતે હવે વર્લ્ડકપ અગાઉ તેની ટીમમાં વાપસી મુશ્કેલ બની ગઈ છે.
વિરાટને આરામ અપાયા ઉપરાંત આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સારું પર્ફોર્મરન્સ કરનાર દિપક હુડાને ટીમમાં સ્થાન મળ્યું છે. તેની અને શ્રેયસ ઐય્યરની પાસેથી ટીમ અપેક્ષા રાખી રહી છે.
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.
— BCCI (@BCCI) July 14, 2022
સ્કવોડ
રોહિત શર્મા (C), ઇશાન કિશન, કેએલ રાહુલ*, સૂર્યકુમાર યાદવ, દિપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, આર બિશ્નોઈ, કુલદીપ યાદવ*, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
-કેએલ રાહુલ અને કુલદીપ યાદવનો સમાવેશ ફિટનેસને આધારે થશે.