અમદાવાદના વસ્ત્રાલ ખાતે વૈદઆર્ય મોલમાં CLM ઇન્ટરનેશનલ શો 2025 યોજાયો હતો
રાજકોટની અંકિતા મિસિસ ગુજરાત 2023ની ફર્સ્ટ રનરઅપ અને બેસ્ટ સ્માઇલ 2024 રહી ચૂકી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
અમદાવાદના વસ્ત્રાલ ખાતે ઈકખ ઇન્ટરનેશનલ શો 2025નું 29 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભવ્ય શો ઈકખ સેલિબ્રિટી લુક મોડેલિંગ કલાસ દ્વારા શો આયોજિત કરાયો અને કિશુ ચાવલા દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શોમાં જજ તરીકે સ્ટાર પ્લસ સાથ નિભાના સાથિયાના વંદના વિઠ્ઠલાણીએ સેવા આપી હતી. શોમાં કિડ્સ, મિસ, મિસ્ટર અને મિસિસ કેટેગરીમાં કુલ 50 કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મિસિસ કેટેગરીમાં અંકિતા રાવલ ભટ્ટે મિસિસ તાજનો ખિતાબ હાંસલ કર્યો છે.
અંકિતા છેલ્લા 10 વર્ષથી ઇંછ ક્ષેત્રે સક્રિય છે અને મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે. તે અગાઉ મિસિસ ગુજરાત 2023ની ફર્સ્ટ રનરઅપ અને બેસ્ટ સ્માઇલ 2024 રહી ચૂકી છે. ચિત્રલેખા 2015-16ની સેમી ફાઇનલિસ્ટ તથા ટજ્ઞલીય જફિિં 2024ની ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. અંકિતાએ પોતાની આ સફળતા માટે કિશુ સર, પોતાના પરિવાર અને સહયોગી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો છે.
એક સ્ત્રી તરીકે તેમણે તેમના આત્મવિશ્વાસ, સંઘર્ષ અને પ્રતિભાને કારણે સફળતા મેળવી હોવાનું તે માને છે. તેમજ તેમના માટે આ દરેક પ્લેટફોર્મ પોતાને વધુ સારી રીતે જાણવાનો અને ઉજાગર કરવાનો મોકો રહ્યો છે. આ શો તેમના માટે માત્ર એક તાજ નહીં, પણ જીવનના મહત્વપૂર્ણ અવસરોમાંનું એક રહ્યુ છે.