રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મનું ટ્રેલર એવું છે કે, ફાસ્ટેસ્ટ વન મિલિયન લાઈક્સનો નવો રેકોર્ડ તૂટી શકે છે. સંદીપ વાંગા રેડ્ડીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર, સુરેશ ઓબેરોય અને પ્રેમ ચોપરા અભિનીત ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મનું ટ્રેલર એવું છે કે, ફાસ્ટેસ્ટ વન મિલિયન લાઈક્સનો નવો રેકોર્ડ તૂટી શકે છે. સંદીપ વાંગા રેડ્ડીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
- Advertisement -
ટી સીરિઝના પ્રિવ્યૂ થિયેટરમાં ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર જોવા દરમિયાન મુંબઈના તમામ ફિલ્મ સંપાદક અને પત્રકાર હાજર રહ્યા હતા. રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને સંદીપ રેડ્ડી પણ હાજર રહ્યા હતા. આ શૉ પછી રણબીર કપૂર જમીન પર બેસી ગયા અને લોકો સાથે એક ગૃપ ફોટો પણ ક્લિક કર્યો
ટી સીરિઝના પ્રબંધ નિદેશક ભૂષણ કુમારે ફિલ્મ ‘એનિમલ’નું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મ ‘એનિમલ’ના ટ્રેલરમાં રણબીર કપૂરના એક્શન સીન ખૂબ જ ખતરનાક છે. આ ફિલ્મમાં અનિલ કપૂરે રણબીર કપૂરના પિતા પાત્ર ભજવ્યું છે અને ટ્રેલરમાં રણબીર કપૂર તેના પિતા અનિલ કપૂર સામે જોરથી બોલી રહ્યા છે કે, ‘સંભળાય છે મને, હું બહેરો નથી’ જે ટ્રેલરનો ટોન સેટ કરે છે. ફિલ્મ ‘kgf 2’માં જે મશીન ગન દેખાડવામાં આવી છે તેના કરતા પણ મોટી મશીન આ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી રહી છે.
- Advertisement -
ફિલ્મ ‘એનિમલ’ના ટ્રેલરમાં રણબીર કપૂર 6 ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર બાળપણથી શરૂ થઈને કિશોરાવસ્થા, જવાની અને વૃદ્ધાવસ્થા પણ દર્શાવી રહ્યું છે. તમામ ગેટઅપમાં રણબીર કપૂર શાનદાર એક્ટીંગ કરી રહ્યા છે. ફિલ્મ ‘લિયો’ના ટ્રેલરને 21 મિનિટમાં 10 લાખ લાઈક્સ મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘એનિમલ’ 10 મિનિટમાં આ રેકોર્ડ તોડી શકે છે.