ફિલ્મ ‘એનિમલ’માં એક દીકરો તેના પિતા માટે કેટલી હદે જઈ શકે છે તે સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. સાથે જ રણબીર કપૂરની સાથે બોબી દેઓલના લુક્સે પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.
રણબીર કપૂરની બહુચર્ચિત ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થઈ ગઈ છે અને પહેલા જ દિવસે ધૂમ મચાવી રહી છે. સવારનો શો જોવા માટે જ થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી રહી છે. ફિલ્મની વાર્તા ફ્લેશબેકથી શરૂ થાય છે, જેમાં રણબીર તેની અને તેના પિતાની વાર્તા સંભળાવે છે. રણબીર કપૂરની એન્ટ્રી ખૂબ જ જોરદાર છે. સંદીપ વાંગા રેડ્ડીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી શકે છે.
- Advertisement -
#AnimalReview – ⭐️⭐️⭐️⭐️#Animal is a FAMILY DRAMA ON STEROIDS.. Story of a greatest son who goes to unimaginable extent to protect his father.
Sandeep Reddy Vanga narrated a saga which has Substance, violence, emotions & powerful drama. Film is 3.20 hrs long but doesn’t feel… pic.twitter.com/lycQrwkKHw
— Sumit Kadel (@SumitkadeI) December 1, 2023
- Advertisement -
લોકોનું માનવું છે જે આ રણબીર કપૂરના કરિયરની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બનવા જઈ રહી છે. હવે એ વાત તો નોંધનીય જ છે કે ફિલ્મના ટ્રેલરે જ અજાયબીઓ કરી હતી. રણબીર કપૂરના મજબૂત પાત્રના સંવાદો અને અભિનય ઉત્તમ છે. પરંતુ બોબી દેઓલના લુક્સે ચાહકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મના શો હાઉસફુલ છે અને પહેલા દિવસની કમાણી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે.
#AnimalReview – 4.5*/5 #Animal is All Time BLOCKBUSTER film, VIOLENCE word gets a synonym and its SANDEEP REDDY VANGA…..
What Sandeep promised years ago he has delivered it, Animal is raw, massy, bloody,entertaining, passionate, romantic, sensual and what not, its a mixture… pic.twitter.com/rIh6mD534m
— Rohit Jaiswal (@rohitjswl01) December 1, 2023
ફિલ્મ ‘એનિમલ’ની વાર્તાની વાત કરીએ તો તેમાં એક પુત્ર અને પિતાની વાર્તા બતાવવામાં આવી છે. એક દીકરો તેના પિતા માટે કેટલી હદે જઈ શકે છે તે ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. રણબીર કપૂરની સાથે બોબી દેઓલના લુક્સે પણ ચાહકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકાના સંપૂર્ણ રોમાન્સ બતાવવામાં આવ્યા છે. બંનેના કેટલાક ઈન્ટિમેટ સીન છે. ‘હુઆ મેં તેરા’ ગીત પણ એકદમ રોમેન્ટિક છે. રણબીર કપૂરની ફિલ્મના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને કેટલાક ચાહકોએ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી છે.
રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી. ફિલ્મ જોયા પછી દર્શકો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.
Masss 🔥🔥🥵🔥
Don't Miss To WATCH This Masterpiece#AnimalMovie #AnimalReview #RanbirKapoor #AnimalTheFilm pic.twitter.com/G0x5QZCA8Z
— Navyanth 🦖 (@Navyanth_17) December 1, 2023
ફિલ્મ ‘એનિમલ’ની વાર્તાની વાત કરીએ તો તેમાં એક પુત્ર અને પિતાની વાર્તા બતાવવામાં આવી છે. એક દીકરો તેના પિતા માટે કેટલી હદે જઈ શકે છે તે ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
બીજી તરફ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત સેમ બહાદુરને પણ જબરદસ્ત રિવ્યુ મળી રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે બોક્સ ઓફીસ પર કઈ ફિલ્મ હીટ જશે..