મકાનની લોન છૂટી કરવા જતા ટ્રક ડ્રાઈવર વ્યાજખોરીમાં ફસાયો: રોજગારી પણ છીનવાઈ
29 લાખની ઉઘરાણી કરતા કોટડાસાંગાણી પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ ગ્રામ્યમાં વ્યાજખોરોએ માથું ઉચક્યું હોય તેમ ગઈકાલે 16 વીઘા જમીન પડાવી લેનાર વ્યાજખોરની એસપીએ શાન ઠેકાણે લાવ્યા બાદ આજે ફરી વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગોંડલમાં વ્યાજખોર કાકા-ભત્રીજાએ 14 લાખ સામે 16 લાખ રોકડા અને બે ટ્રક પડાવી લઇ વધુ 29 લાખની પઠાણી ઉઘરાણી કરતાં કોટડાસાંગાણી પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મૂળ મોટા દડવા ગામના વતની અને હાલ ગોંડલની શિવમ સોસાયટીમાં રહેતાં નયનપરી પ્રતાપપરી ગૌરસામી ઉ.35એ અનીલ પ્રભાત ધ્રાંગા અને રાહુલ રામ ધ્રાંગા સામે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેમના સાળા અજયગીરી સાથે રહી ડ્રાઈવીંગ કામ કરું છું 2018 માં તેમને ગોંડલના ભોજરાજપરા અંબીકાનગરમા મકાન લીધું હોય તે મકાનની લોન લેવા બગદડીયા ગામના અનીલ ધ્રાંગાને રાજકોટમા મળેલ અને તેના મારફતે કેપરી ફાયનાન્સમાથી લોન લીધી હતી.
જેથી તેમની સાથે ઓળખાણ થઇ હતી તેઓને ગોંડલનુ મકાન વેંચી લોન ભરવી પડે તેમ હોય જેથી નવેક માસ પહેલા બગદડીયા ગામે અનીલ પાસે જઈ વાત કરી હતી કે, મકાનની લોન ભરવા માટે 14 લાખ રૂપીયા જોઇએ છે. જેથી તેને કહેલ કે 10 ટકા વ્યાજ અને પાચ ચેક કોરા આપવા પડશે. જેથી મેં હા પાડી હતી પાંચેક દિવસ બાદ અનીલને ફોન કરી રૂપીયા બાબતે વાત કરતા તે ગુદાળા ચોકડીએ આવેલ અને 11 લાખ આપતાં તેઓએ પાંચ ચેક કોરા આપ્યા હતા. ત્રણેક દિવસ બાદ અનીલને ફોન કરી બાકીના 3 લાખ આપવા બાબતે વાતચીત કરતા પીપળીયા પાટીયે બોલાવી કહેલ કે, તારું તથા તારા મોટા ભાઈ પ્રગ્નેશપરી બન્નેના મોટા દડવા ગામની બેંકના જોઇન્ટ ખાતાના પાચ ચેક કોરા આપવા પડશે જેથી તેને બીજા પાચ ચેક આપતાં તેને 3 લાખ આપ્યા હતા 14.50 લાખ મકાનની લોનમાં ભરી દીધા હતાં. તેમજ વધારે રૂપીયાની જરૂર પડતા વધુ 1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતાં.
તેના બદલામાં કાર અને બુલેટ ગીરવી મુક્યા હતા ત્યાર બાદ ગોંડલ ખાતેનુ મકાન વહેચી તેના બદલામાં મકાન લેનાર ભરતભાઈ પાસેથી બે ટ્રક ખરીદ કર્યા હતાં. ત્યાર બાદ બે મહીના સુધી મકાનની ફાઇલ આવેલ નહી અને અનીલ પાસેથી લીધેલ 14 લાખનું વ્યાજ ચડવા લાગતા સસરા સુરેશગીરી ગોસ્વામી પાસેથી 7 લાખ ઉછીના લઈ તેમજ બનેવી યતીનગીરી ગોસ્વામી પાસેથી 4 લાખ ઉછીના લીધેલ તેમજ ભાઇના દાગીનાની 5 લાખની ગોલ્ડ લોન લઇ ત્રણ કટકે કટકે ચાર માસ દરમ્યાન અનીલ પાસેથી લીધેલ 14 લાખ તથા રાહુલ પાસેથી લીધેલ 1 લાખના બદલામાં વ્યાજ સહીત 16 લાખ આપી બુલેટ તથા કાર પરત માંગતા આપ્યા ન હતા અને હજુ તારે 29 લાખ દેવાના છે તેમ વાત કરી હતી.
- Advertisement -
ત્યાર બાદ મકાનની ફાઇલ આવી જતા મકાન ભરતભાઈ કલોલાના નામે કરી આપતાં તેઓએ ટ્રક ફરીયાદીનાં નામનો કરી દીધો હતો ત્યાર બાદ વ્યાજખોરને વધારે રૂપીયા નહી આપવાનુ કહેતા ડ્રાઈવર નયન મકવાણા ટ્રક લઈને જતો હોય ત્યારે રસ્તામાં કરમાળ પીપળીયા પાસે ઉભો રખાવી આ બન્ને લઇ ગયેલ તથા બીજો ટ્રક ગોંડલ સાઢીયા પુલ પાસેથી લઇ ગયા હતાં રાહુલએ મોબાઇલ પણ લઈ લીધો હતો અને 29 લાખ દેવાનુ કહી અવારનવાર ફોન તેમજ રૂબરૂ મળે ત્યારે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



