ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
શુક્રવારે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે ₹68 કરોડની કથિત નકલી બેન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ હેઠળ ત્રીજી ધરપકડ કરી છે. જેના કારણે, શુક્રવારે અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેમાં શેર 5 ટકા સુધી તૂટી ગયા હતા. સત્તાવાર સૂત્રો અનુસાર, પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ ગુરુવારે અમરનાથ દત્તા નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, જેને સ્પેશિયલ કોર્ટે ચાર દિવસ માટે ઊઉની કસ્ટડીમાં મોકલ્યા છે. આ ધરપકડ પહેલાં, તપાસ એજન્સીએ રિલાયન્સ પાવરના પૂર્વ ઈઋઘ અશોકકુમાર પાલ અને ઓડિશા સ્થિત બિસ્વાલ ટ્રેડલિન્ક કંપનીના ખઉ પાર્થ સારથી બિસ્વાલની પણ આ તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો ₹68.2 કરોડની ‘નકલી’ બેન્ક ગેરંટી સાથે સંબંધિત છે, જે લિસ્ટેડ કંપની રિલાયન્સ પાવરની સહાયક કંપની (અગાઉ મહારાષ્ટ્ર એનર્જી જનરેશન લિમિટેડ તરીકે જાણીતી) રિલાયન્સ એનયુ બીઇએસએસ લિમિટેડ દ્વારા સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (જઊઈઈં)ને જમા કરવામાં આવી હતી. શુક્રવારે ઇજઊમાં અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 5% ઘટીને ₹174.85 પર પહોંચી ગયા. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ શેર્સમાં 25%થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ ₹425 હતું. આ ઉપરાંત, રિલાયન્સ પાવરના શેર પણ શુક્રવારે તૂટ્યા અને ₹40ની નીચે ₹39.95 પર રહ્યા હતા.



