ખાસ-ખબર સંવાદદાતા
પાંચ વર્ષ સુધી વિદેશી રોકાણ અંગે પગેરૂ દબાવ્યા બાદ આવકવેરાની નોટીસ: ખુદને ‘દેવાળીયા’ જાહેર કર્યા છે. દેશના એક સમયના ટોચના ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલી વધશે અને હવે તેમની સામે વિદેશમાં અઘોષિત સંપતિ, બેન્ક ખાતા અને રોકાણ બદલ રૂા.800 કરોડની બેનામી સંપતિ બદલ બ્લેક મની એકટ હેઠળ કાર્યવાહી થશે. આવકવેરા વિભાગના ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા માર્ચ 2022માં આ અંગેનો આખરી આદેશ આપવામાં આવ્યો હતો અને હવે અંબાણી જુનીયર સાથે બ્લેક મની એકટ હેઠળ કામગીરી ચાલુ થશે.
2019માં જ અનિલ અંબાણીની વિદેશમાં અસ્કયામતો અંગે તેઓને નોટીસ આપવામાંઆવી હતી.