જૂનાગઢ VHP-બજરંગ દળે આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કરી આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ 9 જૂનના રોજ, જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરાથી શિવ ઘોડી જતી વખતે, ક્રૂર પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદીઓ દ્વારા હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 નિર્દોષ હિંદુ યાત્રીઓ માર્યા ગયા હતા, આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો હતો. આ ક્રૂર દુષ્કર્મથી દેશ દુ:ખી છે અને તીવ્ર ગુસ્સામાં છે.ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા રોષ સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીર લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે, કલમ 370 હટાવ્યા બાદ આશાના કિરણ જાગ્યો છે, પરંતુ એવું લાગે છે કે આતંકવાદીઓનું મનોબળ હજી ઓછું નથી થયું, નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે. અને તેની પાછળ પાકિસ્તાનનો હાથ સ્પષ્ટપણે હિન્દુઓની હત્યા વધી છે. દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને આતંકવાદીઓએ દેશની સાર્વભૌમત્વને પડકારી છે.વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ માર્યા ગયેલા હિંદુ તીર્થયાત્રીઓને શ્રદ્ધાંજલિ આપે છે પરંતુ આ ઘૃણાસ્પદ કૃત્ય પર સખત આક્રોશ વ્યક્ત કરે છે, અમારી માગણી છે કે કેન્દ્ર સરકારને આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે નિર્ણાયક અને કડક પગલાં ભરવા અને આવા તત્વોને સમર્થન આપનારા આંતરિક અને વિદેશી તત્વો સામે પણ કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.