મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા તાલુકાના નાજાપુર ચીરોડા,ગુંદાળા, ઝીંઝુડા વગેરે ગામના ખેડૂતોને ચિરોડા ડીવીજન માંથી પાવર આવતો હોય તે સતત બે વારા એટલે કે બે અઠવાડિયા થી રાત્રે આપવામાં આવે છે તેથી 300થી વધુ ખેડૂતો એ જ.ઈ.બી.કચેરી ના ઈજનેરને લેખીત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ રાતે વીજળી આપવામાં આવશે તો અમુક ખેડૂતને રાત્રે ઠંડી લાગે છે અને હાર્ટ અટેકથી મૃત્યુ થવાનો ભય રહે છે હમણાં તાજેતરમાં જ નાજાપુરમાં ખેતી ધરાવતા એક ખેડૂતનું સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામાં આવ્યું હતું જેથી રાત્રે ખેડૂતોને વાડીએ પાણી વાળવા જવા પડતું હોય તો ભાય નો માહોલ છવાઈ ગયો છે તો દિવસે વીજળી આપવામાં આવે તો ખેડૂતો નિરાંતે પાણીવાળીી શકે જેમ સરકારી કર્મચારીઓ ઓફિસનો ટાઈમ 11:00 વાગ્યાનો છે અને ઠંડી લાગે એટલા માટે તેમનો ટાઈમ 11:00 વાગ્યાનો છે તો વિચાર કરો કે ખેડૂતોને રાત્રે 12:00 વાગે લાઈટ આપવા મા આવતો હોય તોવિચાર કરો કે ખેડૂતોને રાત્રે 12:00 વાગ્યે પાવર આપવામાં આવે તો ખેડૂતોને ઠંડી લાગતી નય હોય તો શુ ખેડૂતો માણસ નથી તો પછી નમ્ર વિનંતી છે કે મેંદરડાના મેલડી ફીડરમાં આવતા તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે પાવર આપવામાં આવે તો ખેડૂતો નીરાતે પાણી વાળી શકે.
મેંદરડા તાલુકામાં રાત્રે વીજળી આપતા ખેડૂતોમાં રોષ

Follow US
Find US on Social Medias