બે કેદીઓએ જેલના કર્મચારીને ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સબ જેલમાં હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા આરોપી પાસેથી જેલ સ્ટાફને સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મોબાઈલ ફોન મળી આવતા બે કેદીઓ દ્વારા જેલ સહાયકને અપશબ્દો બોલીને ધમકી આપવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબીના લીલાપર રોડ પર આવેલ સબજેલમાં ગત તા. 13 નવેમ્બરના રોજ બેરેક નંબર-1 માં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જેલમાં હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા રહે. ગ્રીનચોક, કંસારા શેરી, મોરબીવાળાની તલાસી દરમિયાન તેના ગુપ્ત ભાગેથી સેમસંગ ગેલેકસી-એસ-10 સ્કાય બ્લુ કલરનો મોબાઈલ ચાલુ હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરતા તેની જ બેરેકમાં રહેલા તેના મિત્ર એવા સુર્યદિપસિંહ રણજીતસીંહ જાડેજા રહે.
- Advertisement -
દહીંસરાવાળો ઉશ્કેરાઈ ગયો હતો અને જેલ અધિક્ષક સાથે ગાળાગાળી કરી બહાર નીકળીને જોઈ લેવા ધમકી આપી હતી. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી સબ જેલ સહાયક ભરતભાઇ અમુભાઇ ખાંભરાની ફરિયાદને આધારે કાચા કામના કેદી જયરાજસિંહ જાડેજા અને સુર્યદિપસિંહ જાડેજા વિરુદ્ધ આઈ. પી. સી. કલમ 504, 186, 188, 114 તથા પીઝન એકટ કલમ 42, 43, 45 ની પેટા કલમ 12 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.