વંથલી શહેરમાં બ્રાહ્મણવાડ ગરબી આશરે 100 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
આજના સમયે અર્વાચીન ગરબીને લીધે પ્રાચીન ગરબીનું મહત્વ ઘટ્યું છે ત્યારે વંથલી શહેરમાં અનેક જગ્યાએ પ્રાચીન ગરબી હજી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે અનેક જગ્યાએ બાળાઓ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી રહી છે પ્રાચીન ગરબીઓ વિશે માહિતી આપતા વંથલીના જોગેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે વંથલી શહેરમાં બ્રહ્મણવાડ ગરબી આશરે 100 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહી છે જેમાં અહીં માતાજીના છંદો દ્વારા બાળાઓ રાસ રમે છે અહી દોરી અડિંગો જોવા લોકોની ભીડ જામે છે તેવી જ રીતે વામનજી ગરબી મંડળમાં બાળાઓ રાસ રમે છે પટેલ ચોક ખાતે ગરબીમાં નવરાત્રિમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અહી ભાણાવાવ ચોક ખાતે જય અંબે ગરબી ભીલ ના રાસ માટે પ્રખ્યાત છે તેમજ રાવલપરા ખાતે યોજાતી ચામુંડા ગરબીમાં 2 થી 5 વર્ષની બાળાઓ રાસ રમે છે
- Advertisement -
ચામુંડા ગરબી વંથલી ગામની બાળાઓ માટે ટ્રેનિંગ સેન્ટર સમાન છે ઉપરાંત અહીં આઝાદ ચોક ખાતે યોજાતી ગાંધી ગરબી , નવદુર્ગા ચોક ખાતે, પોલીસ સ્ટેશન ખાતે , તેમજ વાલીજાપા પાસે ખોડીયાર મંદિરે યોજાતી ખોડીયાર ગરબી અહી જોવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી જેમાં ખોડીયાર ગરબીમાં ચાલતી ઇલેક્ટ્રિક ટ્રેન જોવા માટે આજુબાજુના ગામોમાંથી લોકો ઉમટી પડતાં હાલ અમુક ગરબીઓ બંધ થઈ ચૂકી છે અને અર્વાચીન ગરબીઓને લીધે રાસ રમવા માટે બાળાઓ પણ ઓછી સંખ્યામાં ગરબીઓમાં જોડાય છે છતાં પણ હજી ગરબીના આયોજકોએ પ્રાચીન ગરબાઓની પરંપરા જાળવી રાખી છે.



