3500 એકરમાં ફેલાયેલું ‘વનતારા’: રેસ્ક્યુ સેન્ટર, પ્રાણીસંગ્રહાલય નહીં
વિશ્વના કોઈ પણ ખૂણેથી બીમાર પ્રાણીઓ અહીં સ્વીકાર્ય છે, દરેક પ્રાણીને માઈક્રો મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરની માવજત
- Advertisement -
એક ચોવીસેક વર્ષનો છોકરો, કે જેના પિતા પાસે પચ્ચીસ-પચાસ કરોડની સંપત્તિ છે અને ઠીકઠાક બીઝનેસ છે એ સામાન્ય રીતે શું કરે? મોડી રાત સુધી પાર્ટી કરે મિત્રો સાથે, પછી મધરાતે પોર્શા કે જી વેગન જેવી કાર પુરઝડપે હંકારી કોઇ સામાન્ય નાગરીકને હીટ એન્ડ રન..
જેની સાત નહીં, સેંકડો પેઢીઓને ભવિષ્યમાં કોઇ આર્થિક ચિંતા નથી થવાની તેવા અનંત અંબાણીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જગજાહેર તો હમણાં હમણાં થયો પરંતુ રીલાયન્સ માટે કામ કર્યું હોવાથી તે ટીનએજર હતો ત્યારથી જ તેના આ પ્રેમ વિશે ખ્યાલ હતો. ઉંમર અને સમજ વધતાં તેની પ્રાણીઓ તરફની લાગણી ચેનલાઈઝ્ડ થઇ, અને આકાર લીધો વિશ્વના અભૂતપુર્વ રેસ્ક્યુ સેન્ટર વનતારાએ. ત્રણ હજાર પાંચસો એકર, દોઢ લાખ મૌન જીવો, કુલ બે હજાર વિવિધ પ્રજાતિઓ સાથે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર વનતારા બેજોડ છે. વનતારા એ કોઇ પ્રાણીસંગ્રહાલય નથી પરંતુ અંગત માલિકીની મિલ્કત છે. જાહેર જનતા માટે મુલાકાત લેવી શક્ય નથી. વિશ્વના કોઇ પણ ખુણેથી બિમાર, અશક્ત કે ઘાયલ, કોઇ પણ પ્રજાતિના જીવો અહીં આવકાર્ય છે. વનતારાની પોલિસી છે કે કોઇ પણ પ્રાણી માટે જો અમારી પાસે તેને યોગ્ય વાતાવરણ નહીં હોય તો નેવું દીવસની અંદર અમે તે ઉભું કરી આપીશું. દરેક પશુ, પક્ષી કે સરિસૃપને તેનું યોગ્ય વાતાવરણ તથા ખોરાક અને માવજત મળી રહે તે માટે અહીં શક્ય હોય તેથી પણ વધુ સુવિધાઓ ઉપલ્બ્ધ છે. હાથીઓ માટે વિશ્વની શ્રેષ્ઠતમ હોસ્પિટલ હાજર છે. હાથીઓ માટે અલગથી રસોડું છે જેમાં હાથીઓનો રોજનો ડાયેટ પ્લાન જર્મનીની એક નિષ્ણાંત મહિલા તૈયાર કરે છે. થર્ડ ડીગ્રી બર્ન સાથે મરણપથારીએ પડેલ, રેસ્ક્યુ કરાયેલ, એક હાથી માટે અલગથી ઓક્સીજન ચેમ્બર, હાથીઓ માટે શાવર, જકુઝી, આર્થારાઈટીસ થયેલ હાથીઓ માટે લેઝર થેરાપી, તેમને ફરવા માટે રીતસરનું જંગલ ઉભું કરાયું છે. હાથીઓનું પેડીક્યોર નિયમિત થાય છે. તેમના પગ શીખેની સંભાળ રાખવામાં આવે છે. દરેક પ્રાણીઓના લોહીની તપાસ, શારિરીક ઉપરાંત તેમના માનસિક આરોગ્યનું પણ બહુ ચોક્કસ ધ્યાન રખાય છે. ચિમ્પાન્ઝીનું કોઇ ઓપરેશન કર્યા પછી તેને ફાઈવસ્ટાર સ્વીટમાં બેડ પર સરસ સફેદ ચાદર ઓઢાડી તેની રીકવરીની દેખરેખ રખાય છે. અને આ બધું કરવા માટે ભારત તથા વિશ્વના ઉત્ક્રુષ્ટ પશુ ચિકિત્સકોને જામનગર ખાતે કાયમી સ્થાયી કરવામાં આવ્યા છે. દરેક પ્રજાતિ માટે તેના નિષ્ણાંત કેરટેકર્સ અહીં હાજર હોય છે. નાનીમોટી સાઈઝની પચાસથી વધુ પશુ એમ્બ્યુલન્સ ભારતમાં ક્યાંય પણ દોડી જવા તૈયાર હોય છે. વિદેશમાંથી ખર્ચની કોઇપણ દરકાર કર્યા વગર જે તે પ્રાણીને યોગ્ય રીતે એરલીફ્ટ કરાય છે.
જેમનું જીવન વન્યજીવોને સમર્પિત છે તેવા અમુક પશ્ર્ચિમી દેશોના વન્ય નિષ્ણાંતો ખાસ પરવાનગીથી વનતારાની મુલાકાત લે છે ત્યારે અહીંની સુવિધાઓથી માત્ર અભિભૂત નથી થતા, પણ રડી પડે છે