હું મારી માતા પાસેથી પ્રાણીઓની સેવા કરવાનું શીખ્યો છું: અનંત અંબાણી થયો ભાવુક
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની લાઈફસ્ટાઈલ અને મોંઘા શોખ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી બાદ હવે અનંત અંબાણી રિલાયન્સની સંપૂર્ણ કમાન સંભાળવા જઈ રહ્યા છે.
- Advertisement -
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. એવામાં પ્રી-વેડિંગ પહેલા અનંતે એક ઈન્ટરવ્યુમાં વન્યજીવો પ્રત્યેના તેમના પ્રેમ સહિત અનેક મુદ્દાઓ વિશે વાત કરી છે. સાથે જ અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈના જેટલા જ જામનગરના છે.
આ પ્રી-વેડિંગ સેરેમની પહેલા અનંત અંબાણીની એક અલગ જ ચેહરો લોકોની સામે આવી હતી. તેણે પોતે વન્યજીવો પ્રત્યેના પ્રેમ અને તેના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. અનંત અંબાણીના આ રૂપને જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.
#WATCH | Reliance Foundation announces Vantara – a comprehensive Animal Rescue, Care, Conservation and Rehabilitation programme, the first of its kind in India.
- Advertisement -
Anant Ambani says "We started the wildlife rescue center building in the peak of COVID…We've created a jungle of 600… pic.twitter.com/OoWh9HWsU8
— ANI (@ANI) February 26, 2024
વનતારાએ મારા માટે જુસ્સો છે: અનંત અંબાણી
અનંત અંબાણીએ વન્યજીવો માટે સ્થાપિત વનતારા વિશે જણાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું બચાવ કેન્દ્ર છે. વન્યજીવોના સંરક્ષણ પર વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે આ મારો જુસ્સો છે, અવાજ વિનાની સેવા કરવી એ સૌથી મોટી સેવા છે. હું મારી માતા પાસેથી પ્રાણીઓની સેવા કરવાનું શીખ્યો છું. તેઓ માત્ર વન્યજીવ માટે જ જીવે છે. તે વિચારે છે કે દરરોજ કેટલા જીવ બચાવી શકાય. આ કામ માટે તે દરરોજ લગભગ બે કલાક કાઢે છે. સાથે જ વંતરા પ્રોગ્રામ હેઠળ તેઓ પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાની હેલ્થકેર, હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ખોલ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે પણ જોડાયા છે.
આગળ વાત કરતાં અનંત અંબાણીએ કહ્યું કે જામનગર તેમનું ઘર છે. તેથી તે મોટાભાગે ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ રજા મળે ત્યારે તે જામનગર ચોક્કસ જતો રહે છે.તેની માતા નીતા અંબાણીએ જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી. અહીં તેણે રૂ. 8.5 કરોડનું વાવેતર કર્યું. આજે જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે.