રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં સૌથી નાનાં પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. આ સગાઇમાં ગુરૂવારે રાત્રે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સ પહોંચ્યાં હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં સૌથી નાનાં પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. આ જોડીનો સગાઇ સમારોહ રાજસ્થાનનાં રાજસ્મંદ જિલ્લાનાં નાથદ્વાર શહેરમાં શ્રીનાથજી મંદિરમાં થયો. આ મંદિર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે મહત્વનું છે. આ મંદિર અંબાણી પરિવારનાં દેવતા શ્રીનાથજીને સમર્પિત છે.
- Advertisement -
મુંબઇમાં યોજાઇ પાર્ટી
રાજસ્થાનમાં સગાઇ થયાં બાદ ગુરૂવારે મુંબઇમાં અંબાણી પરિવારનાં નિવાસ એન્ટાલિયામાં સગાઇની પાર્ટી રાખવામાં આવી હતી જેમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનથી લઇને આલિયા ભટ્ટ-રણવીર સિંહ સુધીનાં સ્ટાર્સ પહોંચ્યાં હતાં. આ પાર્ટીમાં રણબીર કપૂર પોતાની પત્ની આલિયા ભટ્ટની સાથે પહોંચ્યાં હતાં. જેમાં રણબીર કપૂર બ્લેક કૂર્તામાં તો આલિયા ગ્રીન કલરની ડ્રેસમાં નજરે પડી હતી.
#AliaBhatt #RanbirKapoor at Antilia ❤️🕺💃 @viralbhayani77 pic.twitter.com/gmUj4GCII2
— Viral Bhayani (@viralbhayani77) December 29, 2022
- Advertisement -
બોલીવૂડનાં ખાન પણ પહોંચ્યા પાર્ટીમાં
તો સલમાન ખાન પણ બ્લૂ શર્ટમાં સ્ટાઇલીશ એન્ટ્રી લઇને આવ્યાં હતાં. ફિલ્મોની બહાર સલમાન ખાન મોટાભાગે બ્લૂ અને બ્લેક રંગોનાં કપડાઓમાં જ નજરે આવતાં હોય છે. સલમાન સિવાય શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતાં.
#SalmanKhan𓃵 and #SRK𓃵 #ShahRukhKhan𓀠 living from Ambani's house 🕺🔥📷 @viralbhayani77 pic.twitter.com/4M4xFzCGGZ
— Viral Bhayani (@viralbhayani77) December 30, 2022
મીકા સિંહ પણ મૂડમાં
પાર્ટીનાં વાયરલ થઇ રહેલા વીડિયો પરથી જોઇ શકાય છે કે આ પાર્ટીમાં મીકા સિંહે પણ ધૂમ મચાવી હતી. માઇક લઇને પાર્ટીમાં તમામનું દિલ પોતાનાં સંગીતથી જીતનારા મીકાસિંહ ખુશ દેખાઇ રહ્યાં છે.
View this post on Instagram
કોણ છે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચેન્ટ
ન્યૂયોર્ક યૂનિવર્સિટીથી ગ્રેડ્યુએશન કરેલ રાધિકા, એનકોર હેલ્થકેરનાં બોર્ડમાં નિર્દેશકનાં રૂપે કામ કરે છે. રાધિકા મૂળરૂપે ગુજરાતનાં કચ્છથી છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી મુંબઇમાં રહે છે. તેમણે મુંબઇનાં કેથેડ્રલ અને જોન કૉનન સ્કૂલ અને જુહૂ સ્થિત મોંડિયલ વર્લ્ડ સ્કૂલથી પોતાનું ભણતર કરેલ છે. ત્યારબાદ તેમણે બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલથી ઇન્ટરનેશનલ લેવલની ડિપ્લોમા પદવી હાસિલ કરી છે. રાધિકા એનકોર હેલ્થકેરનાં મુખ્ય કાર્યકારી અધિકારી વીરેન મર્ચન્ટ અને શેલા મર્ચન્ટની પુત્રી છે.
#anandambani at kalina airport 📷📽️ @viralbhayani77 pic.twitter.com/jwHYOd91Lc
— Viral Bhayani (@viralbhayani77) December 29, 2022