આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવ અરજી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીનો અમેરિકામાં પ્રવચનનો શિવજી વિશે એલફેલ બોલ્યાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો હતો અને રાજ્યભરમાં જુદાજુદા સંપ્રદાયના સંતોએ આ બાબતને વખોડી કાઢી છે.જૂનાગઢનાં પુ.ઇન્દ્રભારતીબાપુએ સોગંદનામુ કરી માફી માંગવાની માંગ કરી હતી.જયારે જૂનાગઢમાં પોલીસમાં ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે.
- Advertisement -
ગિરનાર મંડળના પ્રમુખ અને પંચ દશનામ જૂના અખાડાના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના સાધુનો જે વીડિયો ફરતો થયો છે.જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને ગોસ્વામી સમાજ, બ્રહ્મસમાજ અને દરેક હિંદુ સમાજની લાગણીને દુભાવી છે તે બદલ અમે તેને વખોડીએ છીએ.તેમજ ઇન્દ્રભારતીબાપુએ આનંદસ્વામીને સોગંદનામુ કરીને માફી માંગે તેવુ માંગ કરી છે નહી તો આ અંગે સાધુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ વિરલ જોટવાએ તો જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં આનંદસાગર સ્વામી સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કલમ 153 (ક), 298, 504 તેમજ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધવા ફરિયાદ કરી છે.