ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના દ્વારા આનંદ નગર સોસાયટી તથા રોણાજ બાયપાસ રોડની સાફ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ આનંદ નગર સોસાયટી તથા રોણાજ બાયપાસ રોડ અને રાત્રી સફાઈ કરીને ઝબલા પ્લાસ્ટિક ,ગંદકી સહિતની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
કોડીનાર પાલિકા દ્વારા આનંદનગર સોસાયટી તથા રોણાજ બાયપાસ રોડની સફાઇ કરાઇ
