શોભાયાત્રામાં અલગ અલગ ફ્લોટ સાથે વાહનોનો વિશાળ કાફલો જોડાયો: શહેર સજ્જડ બંધ રહ્યું
તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટે મંદિરમાં પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીરના પાટનગર તાલાલા શહેરમાં જય શ્રી રામ ના નારા સાથે ભગવાન શ્રી રામની અભુતપૂર્વ શોભાયાત્રા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ,નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ ની ઉપસ્થિતિમાં નીકળી હતી.ધારાસભ્ય એ મંદીરમાં રામલલ્લા નું પુજન કર્યા બાદ પીપળવા રોડ રામજી મંદિરે થી પ્રસ્થાન થયેલ વિશાળ શોભાયાત્રાએ નગરના મુખ્ય માર્ગો ઉપર પરીભ્રમણ કર્યું હતું.એક કિ.મી.લાંબી શોભાયાત્રામાં તાલાલા નગર તથા આજુબાજુના ગામોમાંથી હજારો ની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
શોભાયાત્રામાં તાલાલા નગરના વિવિધ શેરી મહોલ્લા તથા આજુબાજુના ગામોમાંથી અલગ અલગ ફ્લોટ સાથે અગણિત વાહનોનો કાફલો જોડાયો હતો.તાલાલા માં વિવિધ સમાજ તથા વિસ્તારના ભાવિકો દ્રારા ઠેર ઠેર સરબત-છાશ અને ઠંડા પીણાના સ્ટોલ ઉભા કરી શોભાયાત્રાનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.તાલાલા નગરમાં રામ જન્મોત્સવ સમિતિ દ્વારા 15 દિવસથી દિવસ રાત તનતોડ મહેનત કરી આખા શહેરને કેસરી ધજા પતાકા તથા રોશનીથી ઝળહળતું કરી તાલાલા નગરને અયોધ્યા નગરી બનાવી હતી.આજે શોભાયાત્રામાં પણ તાલાલા નગરના તમામ વેપારી ભાઈઓએ સજ્જડ બંધ પાળી રામલલ્લાને વધાવવા શોભાયાત્રા માં જોડાતા શોભાયાત્રામાં અભુતપૂર્વ રામ ભક્તોનો પ્રવાહ ઉમટ્યો હતો.શોભાયાત્રા દરમ્યાન પી.આઈ.જે.એન.ગઢવી એ સ્ટાફ સાથે સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો.વિશાળ શોભાયાત્રામાં ચકલેશ્વર મંદિર નાં મહંત રાઘવાનંદબાપુ(માધુપુર ગીર),કમલાચરણ ફલહારી બાપુ(ભીમદેવળ),છેલાણા હનુમાન આશ્રમના મહંત આશાનંદગીરી વિવેકાનંદગીરી (આંકોલવાડી)નારદાનંદ મહારાજ(ભેટાળી),બ્રહ્મેશ્વર મંદિરના મહંત ગણેશમુની બાપુ(તાલાલા),મનસાદેવી આશ્રમના મહંત નિર્મલાનંદજી બાપુ,કામખ્યા દેવી(તાલાલા),જય આવળ માતાજી(પીપળવા)સહિત અભુતપૂર્વ માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.