ભાદરવી અમાસના દિવસે તીર્થ સ્યાનો પર સ્નાન અને પિતૃ તર્પણનો અનેરો મહિમા
બે અમાસ હોવાથી લાખો શ્રદ્ધાળુ દામોદર તીર્થ ક્ષેત્રમાં પિતૃ કાર્ય કરશે: પોલીસ દ્વારા નવતર અભિગમ સાથે ચુસ્ત બંદોબસ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર તળેટી રોડ પર આવેલ અતિ પ્રાચીન અને પૌરાણિક પવિત્ર દામોદર કુંડના ઘાટ આવેલા છે જેમાં ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાની સાથે પિતૃ તર્પણ કરીને પીપળે પાણી રેડવાનો અનેરો મહિમા છે. પ્રતિ વર્ષ પ્રાચીન દામોદર કુંડ ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃ કાર્ય કરવા ઉમટી પડે છે આ વર્ષે ભાદરવી અમાસ બે દિવસનો સંયોગ જોવા મળેછે જેના લીધે આજ અને આવતીકાલ સુધી ભાવિકોનો ઘસારો જોવા મળશે. ભાદરવી અમાસના આજ પ્રથમ દિવસે વેહલી સવારથી શ્રદ્ધાળુનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર સહીત રાજ્યના દૂર દૂર જિલ્લામાંથી ભાવિકો દામોદર કુંડ ના પ્રાચીન તીર્થ ઘાટ પર સ્નાન કરીને પિતૃ કાર્ય કરેછે અને મોક્ષ પીપળે પાણી રેડીને ધન્યતા અનુભવે છે ત્યારે ગીરીનરાયણ બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર સાથે દામોદર કુંડ પધારતા ભાવિકોને શાસ્ત્રોક વિધિ અનુસાર પિતૃના મોક્ષાર્થે વિધિ વિધાન અનુસાર પિતૃ તર્પણ કરવામાં આવેછે ભાદરવી અમાસ બે દિવસ હોવાને કારણે આજે અને આવતીકાલ સુધી સતત ભાવિકો દામોદર કુંડ ખાતે બોહળી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
પ્રાચીન અને પવિત્ર દામોદર કુંડ ખાતે આવતા ભાવિકોના ઘસારાને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ ગત રાત્રી થી 200 પોલીસ કર્મી ના જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દામોદર કુંડ જવા માટે વનવે જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભરડાવાવથી વાહનો માટે જવા દેવામાં આવશે આ વાહનો સોનાપુરી સમ્શાનથી પરત ગિરનાર દરવાજા સુધી જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને અશોક શિલાલેખ પાસે બેરીકેટ મૂકીને ભાવિકો પગપાળા ચાલીને દામોદર કુંડ સુધી જય શકે તેવું આયોજન કરાયું છે.
- Advertisement -
200 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો
જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડના તીર્થ ઘાટ પર ભાદરવી અમાસ ના દિવસે લાખો ભાવિકો પ્રતિ વર્ષ પધારે છે અને આ વર્ષે બે અમાસ હોવાથી બે દિવસના ઘસારાને ધ્યાને લઈને રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાથે પોલીસ કર્મી તેમજ હોમગાર્ડ અને જીઆરડી જવાન સાથે કુલ 200 જેટલા જવાનો સીફ્ટ વાઇસ ડયુટી પર રાખવામાં આવ્યા છે જેમાં પોલીસ દ્વારા પ્રથમ વખત દામોદર કુંડ તેમજ આસપાસના વહેતા અનેક ઝરણાં ઊંડા ઉહોવાના કારણે ખાસ અનેક જગ્યાએ બેનરો લગાવી ભાવિકોને ચેતવણી આપવામાં આવી રહીછે તેની સાથે માઈક દ્વારા પરિવારથી વિખુટા પડેલ બાળક અથવા પરિવાર ના સભ્યો આસાની થી મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.