PI વી.આર.રાઠોડ તથા PSI એ.એ.ખોખર દ્વારા સભ્યોને માહિતગાર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ,સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફીક શાખા પુજા યાદવ તથા મદદનિશ પોલીસ કમિશ્નર મહિલા સેલ આર. એસ.બારીયા ની સુચના માર્ગદર્શન હેઠળ IUCAWયુનિટ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચોથો માળ, રાજકોટ ખાતે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત FFWC ના સભ્યોને બોલાવી મિટીંગ યોજેલ જેમાબાળકો તથા મહીલાઓને લગતા નવા કાયદા તથા મહીલા તથા બાળકો ગંભીર પ્રકારના ગુનાઓના ભોગ બને ત્યારે તેનું કાઉન્સીંગ કરી માનસિક આધાત માથી કઇ રીતે બહાર લાવવા તેમજ “good touch -bad touch’નિ સમજ આપવામાં આવી હતી તેમજ બાળકો જાતિય હિંસાના બનાવો થી પોતાની જાતે બચી શકે.
- Advertisement -
તેમજ બાળ માનસ ઉપર થતી ખરાબ અસરોથી પણ બચે તે અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહી માટે સમજ આપવામાં આવી હતી ખાસ કરીને ભિક્ષાવૃતિ કરતા બાળકોને કઇ રીતે મુકત કરવા, અપહરણના કેસમા ગુમ થયેલ બાળકો તથા મહીલાઓને શોધવા માટે પોલીસને કઇ રીતે મદદ કરી શકાય તે અંગેની માહીતી, એકલવાયુ જીવન જીવતા સિનિયર સિટીજનને સરકાર તરફથી આપવામાં આવતા લાભો કઇ રીતે પહોંચે તથા તેમને પોલીસ કઇ રીતે મદદરૂપ થાય તે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવેલ.