ખાસ-ખબર સંવાદદાતા
વંથલી પીજીવીસીએલના નાયબ ઈજનેર રાહુલ ડાભીના માર્ગ દર્શન હેઠળ કર્મચારીની ટિમ દ્વારા વંથલી પંથકના ગામડે ગામડે જઈને પ્રધાનમંત્રીની હર ઘર સોલાર યોજનાનો સીધો લાભ ગ્રામજનોને મળે તેમાટે હાથમાં માઈક લઈને ગામડા ખૂંદી રહ્યા છે અને સોલાર વીજળી યોજનાના ઘણા બધા ફાયદા અંગેની માહિતી આપી અને લોકોને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા માટે તાત્કાલિક સોલાર રજીસ્ટ્રેશન કરાવવા ની માહિતી પૂરીપાડે છે.
આ કામગીરીમાં વંથલી સબ ડીવીજનના સિનિયર આસિસ્ટન્ટ મનોજભાઈ ચૌહાણ તથા જુનિયર આસિસ્ટન્ટ તુષારભાઈ ઠાકર દ્વારા ગ્રામ જનોને જરૂરી માહિતી આપવામાં આવી રહીં છે અને સાથે સાથે નાણાકીય વર્ષ નો છેલ્લો મહિનો માર્ચ હોવાથી PGVCLના ગ્રાહકોને બાકી રહેતા વીજ બિલના નાણાં તાત્કાલિક ભરી આપવાની ભલામણ પણ કરી રહ્યા છે.