ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરના કુતિયાણા ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર વાચ્છું વચ્ચે સેતુરૂપ ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 3355 જેટલા ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 91 જેટલા રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી. તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત ઉમેદવારો માટે રોજગાર નામ નોંધણી કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતુ. આ ભરતીમેળામાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.