-હાલ એચ-વન-બી વિઝાનો કોટા વાર્ષિક 65000 છે તે 1,30,000 કરવા સાંસદનો પ્રસ્તાવ
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ એચ.વન.બી વિઝાનો વાર્ષિક કોટા બે ગણો કરવાનું બિલ રજૂ કર્યું છે. તેમને પ્રસ્તાવ મુકયો છે કે, એચ.વન.બી વિઝાનો વાર્ષિક કોટા 65000માંથી 130000 કરવામાં આવે.
- Advertisement -
અમેરિકામાં દર વર્ષે 85 હજાર વિદેશી લોકોને નોકરી પર રાખવામાં આવે છે, જયારે અમેરિકી કોલેજ અને યુનિવર્સિટીઓમાં ભણતા 20 હજાર છાત્રોને આ વિઝા પર કામ આપવામાં આવે છે. આ પહેલા અમેરિકાની 2100થી વધુ નાની-મોટી આઈટી કંપનીઓના એક સંઘ ‘આઈટી સર્વે’એ અમેરિકી સાંસદોને એચ.વન.બી કોટાને હાલના 65 હજારથી ડબલ કરવાનો આગ્રહ કર્યો છે.
આ સંઘમાં સામેલ મોટાભાગની કંપનીઓનો માલિકી હકક ભારતીય અમેરિકનો પાસે છે. ‘આઈટી સર્વે’નું કહેવું છે કે, દેશમાં કુશળ (સ્કીલ્ડ) વર્કફોર્સની ભારે કમી છે. તેના માટે એચ.વન.બી વિઝાનો કોટા વધારવાની જરૂર છે. ‘આઈટી સર્વે’એ એચ.વન.બી વિઝાના કોટાને 65 હજારથી વધારીને 1,30,000 વાર્ષિક કરવા ઉપરાંત અનેક ક્ષેત્રોમાં રોકાણ વધારવાની પણ માંગ કરી છે, જેથી દેશમાં જ વધુ કુશળ શ્રમબળ તૈયાર કરી શકાય.