શહેરમાં ચાર દિવસ સુધી વરસાદી વાદળછાયું વાતાવરણ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં વાતાવરણમાં પરિવર્તન આવ્યુ છે મેઘાવી માહોલ છવાયો હતો ઉના શહેરમાં વીજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ થયો હતો જયારે એકાદ વાગ્યા બાદ થોડીવાર ધોધમાર વરસાદ થયો હતો. 3 વાગ્યા સુધીમાં અડધો ઇંચવરસાદ થયો હતો. જયારે સામતેર સહિતના ગ્રામ્ય પંથકમાં અડધો ઇંચ તેમજ અન્ય વિસ્તારમાં એકાદ ઇંચ વરસાદ પડયો હતો. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જતા ગરબા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉનામાં અનંદવાટિકા ચોકમાં પાણી ભરાતા રાસગરબા કાર્યક્રમ બં રાખવો પડયો હતો.
- Advertisement -
જયારે જૂનાગઢ શહેર અને જિલ્લામા: ઘેરાવી માહોલ વચ્ચે હળવા છાંટા પડતા રસ્તા ભીના થયા હતા. વાતાવરણમાં ઠંકર પ્રસરી હઇ હતી પરંતુ બફારો યથાવત રહ્યો હતો. નવરાત્રી દરમિયાન વરસાદ પડતા ઉભડી મગફળી, કઠોળ સોયાબીન, કપાસના પાકને નુકશાન થવાની ભિતી ઉભી થઇ છે. હાલ ઉભડી મગફળીના પાકી ગઇ છેતેને કાઢી લેવાની જરૂર છે. જો અત્યાર કાઢવામાં ન આવે અને વરસાદ પડે તો ઉગી જવાની શકયતા છે અને જો મગફળી ઉપાડી લેવામાં આવે અને વરસાદ આવે તો મગફળીનો ચારો પલળી જવાની સંભાવના છે. આવ વરસાદથી આડી મગફળી, તુવેર જેવા પાકને ફાયદો થાય એવી શકયતા છે. જયારે લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હાલ મગફળીની લણણીની સીઝન ચાલી રહી છે ત્યારે મોટાભાગના ખેતરોમાં પાથરા પડયા છે.