ખાસ-ખબર સંવાદદાતા
વિરોધ પક્ષોની મહત્વની બેઠક હવે 14 જુલાઈના રોજ યોજાશે. આ અગાઉ આ બેઠક 10 કે 12 જુલાઈએ થવાની હતી. હાલમાં આ બેઠક માટે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની પસંદગી કરવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ બેઠક પણ શિમલાના બદલે જયપુરમાં થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો બેઠકના સ્થળ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટી આ બેઠકનું નેતૃત્વ કરશે. હિમાચલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષોની આ સામાન્ય બેઠક આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાયો નાખશે. દેશમાં 1998થી 2003 સુધી ગઉઅની સરકાર હતી, ત્યારબાદ ગઉઅને સત્તા પરથી હટાવવા માટે શિમલામાં કોંગ્રેસ ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.
- Advertisement -
આ બેઠક પટનામાં છેલ્લી બેઠકમાં સામેલ થયેલા પક્ષોના નેતાઓની સંમતિથી થઈ રહી છે. તેમાં ગઈઙ, છઉંઉ, ઉંઉ(ઞ), ઉંખખ, શિવસેના (ઞઝઇ), ઉખઊં, ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, ગઈ, ઙઉઙ, તૃણમૂલ સહિત અન્યની સંમતિ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી એકતાની ભાવિ ફોમ્ર્યુલા આકાર લેશે. આ અગાઉ 23 જૂને યોજાયેલી બેઠકમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને પડકારવા માટે વિપક્ષી પક્ષો એક થવા પર અંતિમ સંમતિ સધાઈ હતી. હવે 14મી જુલાઈએ મળનારી બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ મહાગઠબંધન અને તેના રાષ્ટ્રીય સંયોજકના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે.