ભાજપ તમામ ધારાસભ્યો,જીલ્લા પ્રમુખો,પ્રભારી સહિત રાજ્ય સરકારનાં મંત્રીઓની હાજરી
લોકસભાની ચૂંટણીને લઈ આજે કમલમ ખાતે મહત્વની બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. ભાજપ તમામ ધારાસભ્યો, જીલ્લા પ્રમુખો, પ્રભારી સહિત રાજ્ય સરકારનાં મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહેશે.
- Advertisement -
ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ઘારાસભ્યો, જીલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. ક્મલમ ખાતે 12:30 કલાકે મળનારી બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહેશે, મહત્વની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લિડનો ટાર્ગેટ સાથે તમામ બેઠકો જીતવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. ત્યારે ભાજપના ઘારાસભ્યો સાથે વિઘાનસભા 2022ની ચૂંટણીનો વોટ શેરીંગની વિગતો માંગવામાં આવશે અને નબળા બુથોને મજબુત કઇ રીતે કરવુ તે રીતનુ આજની બેઠકમાં આયોજન કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પક્ષ દ્વારા 25 એપ્રીલ સુઘીના અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.તેમજ છેલ્લા 10 દિવસથી કમલમ ખાતે અનેક મોચરાની બેઠકો યોજીને કાર્યકર્તાએ જન જન સુઘઈ પહોંચવાની ચૂંચનાઓ આપવામાં આવી છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જ્યાં ઓછી લિડથી જીત મેળવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે તેવી બેઠકો પર ભાજપ વધુને વધુ મત મેળવીને પાંચ લાખની સરસાઇ મેળવવા મથી રહી છે.
વર્ષ 2019ની લોકસભાની વાત કરવામાં આવે તો 26 બેઠકો માંથી ફક્ત ગાંઘીનગર, બરોડા, સુરત અને નવસારી બેઠકો પર 5 લાખથી વધારાની લિડ મળી હતી પરંતુ 21 બેઠકો એવી છે જેમાં ફક્ત 4.50 લાખની લીડ પ્રાપ્ત થઇ હતી. જ્યારે 10 બેઠકો પર પર તો 1 લાખથી 3 લાખ સુઘીનુ લિડ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખની સરસાઇથી જીતવા માટે ભાજપે એડી ચૈટીનુ જોર લગાવવુ પડશે.