ગેરકાયદે પિસ્ટલ અને એક કાર્ટિસ સહિત કુલ 20,100/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી ટીમ સાયલા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધાંધલપુર ગામના સીમ વિસ્તારમાં રહેલા શખ્સ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા સહિતના સ્ટાફે સીમ વિસ્તારમાં જઈ દેવાભાઇ ભીમજીભાઈ કલોત્રા રહે: ધાંધલપુર વાળાને ઝડપી લઇ અંગ ઝડતી લેતા તેની પાસેથી ગેરકાયદેસર પીસ્ટલ અને એક કાર્તિસ કિંમત 20,100/- રૂપિયાની જપ્ત કરી શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.