ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લાની પાંચ વિભાનસભા બેઠકના ઓબ્ઝર્વર શ્રી રિવકાંત અને પિયુષ ભારદ્વાજ અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં મોનીટરીંગ ટીમ, લીડબેંક મેનેજર, ચૂટણી ખર્ચ નોડલ, આર.ઓ કક્ષાની ચૂંટણી ખર્ચ મોનીટરીંગ, એકસ્પેન્ડીચર મોનીટરીંગ સેલ તથા રજીસ્ટર માટે માહિતી આપવા સાથે જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા એસેમ્બલીમાં કાર્યરત ટીમોનાં કર્મચારીઓને જરૂરી સુચનો નોંધી તે મુજબ અધિકારીઓને કાર્યવારી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.કલેકટર કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રચિત રાજ, અને જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ સેટ્ટીની ઉપસ્થિતીમાં જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોની સામાન્ય ચુંટણી સંદર્ભે ચુંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષક રવીકાંત તથા ભારદ્વાજે મોનીટરીંગ ટીમ, લીડબેંક મેનેજર, ઈન્કમટેક્સ ઓફીસર, ચુંટણી ખર્ચ નોડલ, આર.ઓ કક્ષાની ચુંટણી ખર્ચ મોનીટરીંગ ટીમ, એકસ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં, એમ.સી.એમ.સી. સહિત ચુંટણી કાર્ય સાથે સંકળાયેલ અધિકારી પાસેથી જિલ્લામાં આવનાર વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારો દ્વારા થનાર ખર્ચની રકમ અને ચુંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવારોની ખર્ચ નિયમાવલીની અમલવારી સંદર્ભે ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ હાથ ધરાનાર કામગીરીની અમલવારી અને તેમાં વધુ પારદર્શક રીતે કાર્યપધ્ધતિ કેમ હાથ ધરી શકાય તે દીશામાં જાણકારી મેળવી વિવિધ સુચનાઓ આપી હતી. ખર્ચ નિરીક્ષકશ્રીઓએ જિલ્લાની ત્રણ એસેમ્બલીનાં આર.ઓની કાર્યપ્રાણી અંગે જાણકારી માટે સંબંધિત ક્ષેત્રોમાં જઇને જાણકારી મેળવી હતી.જિલ્લા ચુંટણી ખર્ચ નોડલ અધિકારી મીરાંત પરીખે ખર્ચ નીરીક્ષકશ્રીઓને જિલ્લાની પાંચેય બેઠકો પર ચુંટણી ખર્ચની બારીકાઇથી હાથ ધરાનાર કામગીરી બાબતે જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વિવિધ ટીમો સાથે અને જાહેર માર્ગો પર ચેક પોસ્ટ દ્વારા પોલીસ કાયદો અને વય્વસ્થાની ગોઠવાયેલ પુખ્તા વ્યવસ્થાઓની જાણકારી આપી હતી.