ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદના વિમાન દુર્ઘટનામાં રાજકોટ જેના માટે ગૌરવ લઈ શકે તેવા આધુનિક વર્તમાન રાજકોટના શિલ્પી, રાજકોટવાસીઓના સુખ-દુ:ખના સાથી, શહેરીજનોના હૃદયસ્થ રાજ્યના પૂર્વમુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીની અચાનક વિદાયથી ગુજરાત રાજ્ય તથા રાજકોટ શહેરના નાગરિકો તેમના સહજ, સરળ, સૌમ્ય પ્રજાવત્સલ સ્વભાવથી કોઈપણ જાતના નાત-ભાત વગર રાજકોટની પ્રજાનું ભલુ થાય તેવા સતત પ્રયત્નશીલ એવા વિજયભાઈ રૂપાણીએ તેમની કારકિર્દી રાજકોટ શહેરના કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર તેમજ મુખ્યમંત્રી તરીકે શહેરમાં માનવી ત્યાં સુવિધાના સૂત્રને ધ્યાનમાં રાખીને લાઈટ, પાણી, ગટર, રસ્તા, સ્વિમિંગ પુલ, કોમ્યુનિટી હોલ તેમજ એઈમ્સ, હીરાસર એરપોર્ટ, અદ્યતન બ્રીજ, નવી જીઆઈડીસી, નવી ઝનાના હોસ્પિટલ, નવો રીંગ રોડ, અટલ સરોવર અને ખાસ શહેરને કાયમ માટે પાણીની સમસ્યામાંથી મુક્ત કરનાર આધુનિક રાજકોટના વિકાસ પુરુષ શિલ્પી બની રાજકોટવાસીઓના હૃદયમાં વસી ગયેલા વિજયભાઈ રૂપાણીના રાજકોટ શહેરના તેમના સંસ્મરણોને સૌ કોઈ નિહાળી શકે તે માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રદર્શની રાખવામાં આવેલી હતી. જે પ્રદર્શનીમાં વિજયભાઈ રૂપાણીની જીવનયાત્રામાં રાજકોટ સાથે સંકળાયેલા સૌ કોઈ પાર્ટીના નેતાઓ હોય, પાર્ટીના નાના કાર્યકર હોય, તેમને મળવા આવનાર રાજકોટની આમજનતા હોય તે સૌ સાથે પોતાના સહજ, સરળ, સૌમ્ય, પ્રજાવત્સલ સ્વભાવનો પરિચય દેખાય આવે છે.
- Advertisement -
આ પ્રદર્શની નિહાળનાર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી, તેમના પુત્ર ઋષભ રૂપાણી તથા મેહુલભાઈ રૂપાણી સહિત તેમના પરિવારજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ મહાનગર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, લોકસભા સાંસદ પરષોતમભાઈ રૂપાલા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.



