ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીજીના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં મહાત્મા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં પુસ્તકોનો સિહ ફાળો હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને મોહનમાંથી મહાત્મા બનાવવામાં સૌથી મહત્વનો ફાળો જો કોઈનો હોય તો તે પુસ્તકોનો છે ત્યારે પોરબંદરના એક દાયકા થી કાર્યરત રાજ્ય સરકાર સંચાલિત પોરબંદર સરકારી જિલ્લા પુસ્તકાલે ખાતે ગાંધીજીની 154 મી જન્મ જયંતી ઉપલક્ષ્યમાં પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ થયો હતો.
પુસ્તકાલય ખાતે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિવસની નિમિત્તે મહાત્મા ગાંધીજીના અલભ્ય પુસ્તકોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું. શરૂઆતમાં જિલ્લા પુસ્તકાલયના ઉત્સાહી ગ્રંથપાલ હેમતભાઈ મેરામણ ભાઈ ડાંગરે જણાવ્યું હતું કે વર્ષ 1999 સ્થપાયેલ ગ્રંથાલયમાં 16000 હજારથી વધારે પુસ્તકો છે. જેમાં અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત સહિતના દુર્લભ અપ્રાપ્ય પુસ્તકોથી વધુ સંદર્ભ ગ્રન્થો હોવાનું જણાવ્યું હતું. 94 વર્ષના ગાંધી પ્રેમ રમેશભાઇ ઝાલાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.
પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલયમાં મહાત્મા ગાંધીજીના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું
