ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહા શિવરાત્રી મેળામાં માતા – પિતાથી વિખૂટું પડેલ બાળકને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવતી બી ડીવીજન પોલીસ જેમાં શિવરાત્રી મેળામાં અનેક પરિવારના બાળકો તેના પરિવાર થી વિખુટા પડી જાયછે ત્યારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા માર્ગ દર્શન હેઠળ પ્રો.પોલીસ અધિકારી નિકિતા શિરોયા અને પીઆઇ એન.એ.શાહ દ્વારા મેળામાં વિખૂટું પડેલ બાળક ની જાણ થતા તેની સાથે પૂછપરછ કરતા બાળકે તેનું નામ વૈભવ હરેશભાઈ પટેલ રહે.મોડાસા નું જણાવેલ ત્યારે પોલીસે તેના માતા પિતાના કોન્ટેક્ટ નંબર મેળવી તેને બી.ડીવીજન પોલીસ સ્ટેશને બોલાવી વિખૂટું પડેલ બાળક ને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું ત્યારે પરિવારે પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
શિવરાત્રી મેળામાં વિખૂટાં પડેલાં બાળકનું માતા-પિતા સાથે મિલન
