આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ડો. ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર દક્ષિણ એલ. બી. ઝાલા અને નાયબ મામલતદાર ધવલ પરમાર તથા મવડી તલાટી સી. બી. કાનગડ, જે. એમ. ડાભી, બી. એમ. ઝાલા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ અને મનપાની ટીમ સાથે શહેરના દક્ષિણ વિસ્તારમાં મવડી ગામમાં પુષ્ટિવાટિકા પાસે 80 ફૂટ રોડ સર્વે નંબર 194 પૈકીની જમીન અંદાજે 2500 ચોરસ મીટરમાં દબાણ દૂર કરી અંદાજિત 17 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
મવડી ગામમાં પુષ્ટિવાટિકા પાસે અંદાજિત 17 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Follow US
Find US on Social Medias